ભાવનગર જિલ્લા પર મેઘરાજા મહેરબાન, ચોમેર વરસાદ, વીજળી પડવાથી 2 ના મોત

ગુજરાતના અડધા વિસ્તારો કોરાધાકોર છે, પરંતુ અડધા વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. રવિવારે બપોરે 1 વાગ્યા સુધીના અપડેટ પર નજર કરીએ તો, રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અંકલેશ્વરમાં સૌથી વધુ 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ગીરસોમનાથના ઉના અને જૂનાગઢના માળિયામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વચ્ચે ભાવનગરના મોટી જાગધાર ગામે વીજળી પડતા 2 લોકોના મોત થયાં છે. 
ભાવનગર જિલ્લા પર મેઘરાજા મહેરબાન, ચોમેર વરસાદ, વીજળી પડવાથી 2 ના મોત

નવનીત દલવાડી/ભાવનગર :ગુજરાતના અડધા વિસ્તારો કોરાધાકોર છે, પરંતુ અડધા વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. રવિવારે બપોરે 1 વાગ્યા સુધીના અપડેટ પર નજર કરીએ તો, રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અંકલેશ્વરમાં સૌથી વધુ 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ગીરસોમનાથના ઉના અને જૂનાગઢના માળિયામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વચ્ચે ભાવનગરના મોટી જાગધાર ગામે વીજળી પડતા 2 લોકોના મોત થયાં છે. 

ભાવનગર જિલ્લામાં હવે ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લા ભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું, પરંતુ સારો કહી શકાય એવો વરસાદ વરસી રહ્યો છે. લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે સવારથી જ મેઘરાજા જિલ્લા પર મહેરબાન જોવા મળી રહ્યા છે. જિલ્લાના મહુવા, જેસર, ગારિયાધાર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ભાવનગર શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા અને મેઘ ગર્જના સાથે વરસાદ તૂટી પડયો હતો. વરસાદ થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી, લોકો વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતા. 

ભાવનગર જિલ્લાના મોટી જાગધાર ગામે વીજળી પડવાનો બનાવ બન્યો છે. આકાશી વીજળી પડતાં બે લોકોના મોત થયા છે. જિલ્લામાં વીજળી પડતા અગાઉ સિંહોર તાલુકામાં એક વ્યક્તિનું મોત થયુ હતું. આમ, જિલ્લામાં વીજળી પડવાના બનાવમાં અત્યાર સુધી કુલ 3 ના મોત થયા છે. 

ભાવનગર જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોને વાવણી માટે હજુ સારા વરસાદની આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news