કેશોદમાં એક હોસ્પિટલમાં લિફ્ટ તૂટી, એકનું મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી સમર્પણ ટ્રસ્ટની હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે. જેમાં પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

કેશોદમાં એક હોસ્પિટલમાં લિફ્ટ તૂટી, એકનું મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક હોસ્પિટલની લિફ્ટ તૂટી પડી છે. કેશોદના સમર્પણ ટ્રસ્ટની હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે પાંચ લોકોને ઈજા થઈ હતી. હોસ્પિટલમાં આવેલા દર્દીઓના સગા અને સ્ટાફના લોકો ઈજાગ્રસ્ત થયા છે. લિફ્ટ તૂટતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

કેશોદની હોસ્પિટલમાં બની ઘટના
કેશોદમાં આવેલી સમર્પણ ટ્રસ્ટની હોસ્પિટલમાં અચાનક લિફ્ટ તૂટી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાંચ જેટલા લોકોને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. અચાનક લિફ્ટ તૂટતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ લિફ્ટ કયાં કારણે તૂટી તે હજુ સામે આવ્યું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news