ગેમઝોન માટે હવે બદલાયા નિયમો! સુરતમાં ગેમઝોન શરૂ કરવા નવેસરથી લેવું પડશે લાયસન્સ

સુરત પોલીસ કમિશ્નરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમ ગેમઝોનના માલિક પાસે હાલ લાયસન્સ છે તેમણે પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે. તો અલગ-અલગ ગેમ માટે જુદી-જુદી પરમિશન લેવી પડશે. 

ગેમઝોન માટે હવે બદલાયા નિયમો! સુરતમાં ગેમઝોન શરૂ કરવા નવેસરથી લેવું પડશે લાયસન્સ

ઝી બ્યુરો/સુરત: સુરતમાં હવેથી ગેમઝોન શરૂ કરવા માટે નવેસરથી લાયસન્સ લેવું પડશે. જી હાં સુરત પોલીસ કમિશ્નરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમ ગેમઝોનના માલિક પાસે હાલ લાયસન્સ છે તેમણે પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે. તો અલગ-અલગ ગેમ માટે જુદી-જુદી પરમિશન લેવી પડશે. 

એક્સપર્ટનો અભિપ્રાય લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે, ગેમઝોનના માલિકોએ થર્ડ પાર્ટી લાયેબિલિટી ઈન્સ્યોરન્સ ફરજિયાત લેવાનો રહેશે. જે હેઠળ જો અકસ્માત થાય અને તેમાં કોઇનું મોત નિપજે અથવા કોઇને કાયમી ખોડખાંપણ આવે તો તે માટે 10 લાખ રૂપિયાનો વીમો લેવાનો રહેશે. જાહેરનામાના તમામ નિયમોનું કડક પાલન કરવાનું રહેશે, નહીં તો કડક કાર્યવાહી થશે. રાજકોટ આગકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા પછી નિયમો કડક બનાવવમાં આવ્યા છે.

ગેમઝોન માલિકોએ ફરજીયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ લેવાનું રહેશે. જે હેઠળ જો અગર અકસ્માત થાય અને તેમાં કોઇનું મોત નિપજે અથવા કોઇને કાયમી ખોડખાપણ થાય તો તે માટે 10 લાખ રૂપિયાનું વીમો લેવાનું રહેશે. ગેમઝોનમાં ચાલતી દરેક ગેમ આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે. દરેક ગેમને ગેમઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલાં પરવાનગી લેવી પડશે. ગેમઝોનમાં આવતા લોકોની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. તેમાં ચૂક થતાં ગેમઝોનના માલિક વિરુદ્ધ ફોજદારી કરાશે.

ગેમઝોનમાં આવતા લોકોની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. આ જાહેરનામાના પાલનમાં કોઈ ચૂક થઈ તો ગેમઝોનના માલિક વિરુદ્ધ ફોજદારી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી સ્પષ્ટ છે કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના કોઈ ગેમઝોનમાં ન બને એ માટે સુરત પોલીસ સતર્ક બની ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news