છોડાઉદેપુર: બે લોકોના જીવ લેનાર નરભક્ષી દીપડો અંતે પાંજરે પૂરાયો

છેલ્લા ચાર દિવસ આંતક મચાવનાર દીપદાને ભારે જહેમત બાદ આખરે પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી છે. ચાર દિવસમાં દિપડાએ ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે નાં મોત થયા છે. દીપાડાના આંતકથી ત્રસ્ત પંથકના લોકોએ દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો છે.
 

છોડાઉદેપુર: બે લોકોના જીવ લેનાર નરભક્ષી દીપડો અંતે પાંજરે પૂરાયો

જમીલ પઠાન/છોટાઉદેપુર: છેલ્લા ચાર દિવસ આંતક મચાવનાર દીપદાને ભારે જહેમત બાદ આખરે પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી છે. ચાર દિવસમાં દિપડાએ ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે નાં મોત થયા છે. દીપાડાના આંતકથી ત્રસ્ત પંથકના લોકોએ દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો છે.

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના વાવડી અને બાંડી ગામે છેલ્લા ચાર દિવસથી એક દીપડાએ એક બાદ એક એમ ચાર વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલા કરતા બાંડી ગામના બે વર્ષના બાળક ચિરાગ રાઠવા અને વાવડી ગામના 52 વર્ષના આધેડ બાલુભાઈ રાઠવાનું મોત નીપજ્યું હતું. તો બાળકી સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં દવાખાનામાં સારવાર હેઠળ છે.

ગુજરાતમાં આ સ્થળ પર મંદિર નહિ પણ સ્મશાનમાં યોજાઇ રામકથા

માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગે રાતદિવસ એક કર્યા હતા. દીપડાને ઝડપી પાડવા વાવડી ગામે 8 પાંજરા , 4 બકરા, પાંચ ટ્રેપ કેમેરા અને ચાર સાઉન્ડ સીસ્ટમ લગાવવામાં આવી હતી. પરંતુ ચાલાક દિપડો પાંજરાની આસપાસ ફરીને પરત ફરી ગયો હતો. બીજા દિવસે નાના ટીમબરવા ગામે ત્રણ બકરાનું મારણ કર્યું હતું. તો ત્રીજા દિવસે બાંડી ગામે સાંજના સમયમાં એક સાત વર્ષની બાળકીને લઇ જતો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ પન્જેટી મારતા દિપડાએ બાળકીને પડતી મૂકી ચાલ્યો ગયો હતો.

અમદાવાદ: બે પોલીસ પરિવાર વચ્ચે થઇ મારામારી, વીડિયો વાયરલ

થોડીજ વારમાં એજઓ ટામેટાનાં ખેતરમાં ભાગી ગયો હતો ત્યાં પણ લોકોએ બુમાબુમ કરતા દીપડાએ બાળકને પડતું મુક્યું હતું પરંતુ સારવાર માટે લઇ જવાય તે ઓઉર્વેજ તેનું મોત નિપજ્યું હતું. દીપડાના ખૌફમાં ગ્રામજનો ભયના માહોલમાં આખી આખી રાત જાગીને ગુજારી રહ્યા હતા. તો બીજીતરફ વન વિભાગના અધિકારીઓ પણ દીપડાને પાંજરે પૂરવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરને હાઇકમાન્ડનું તેંડુ, દિલ્હી તરફ કર્યું પ્રસ્થાન

રેસ્ક્યુ દરમિયાન દીપડાને બેહોશ કરવા ચાર વાર ડાટ મારવામાં આવ્યા હતા. પરંતુએ નિષ્ફળ ગયા તો જાળ થી કબજે કરવા જતાં એક વનકર્મી ઉપર પણ દીપડાએ હુમલો કર્યો હતો. જો કે વનકર્મીનું જીવ બચી ગયુ અને હાથના ભાગે ઇજા થવા પામી છે. તો દીપડાના હુમલામાં મોતને ભેટેલા વાવડી ગામના બાલુ ભાઈ રાઠવાના પરિવારને વળતર પેટે રૂપિયા ચાર લાખનો ચેક આપવામાં આવ્યો છે. તો મોતને ભેટેલ બાળકને પણ ચાર લાખનું વળતર ચૂકવામાં આવશે, 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news