જામનગરમાં RSS ના અગ્રણી નેતાની હત્યાથી ચકચાર, ભાજપ નેતાઓ વિજય સરઘસ છોડી દોડતા થયા
Trending Photos
જામનગર : શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. જમાઇ (Son in Law)એ ઇંટનો છુટ્ટો ઘા મારીને પોતાના જ સસરા (Father in Law)નું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ધટનામાં જમાઇ (Son in Law) પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. પોલીસ (Jamnagar Police) દ્વારા જમાઇ (Son in Law) સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. તો બીજી તરફ મહિલાએ એક તરફ પોતાના પિતાને ગુમાવ્યા છે. તો બીજી તરફ પોતાનો પતિ પણ હવે જેલમાં જતા પતિ પણ ગુમાવ્યો છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જમાઇ (Son in Law) પોતાના નવા મકાનના વાસ્તુનુ આમંત્રણ આપવા માટે સસરા (Father in Law)ના ઘરે ગયો હતો. છેલ્લા 8 વર્ષથી સસરા (Father in Law) અને જમાઇ (Son in Law) વચ્ચે બોલાચાલી થઇ હતી. આમંત્રણ આપવા પહોંચતાની સાથે જ બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે જમાઇ (Son in Law)એ બહાર પડેલી ઇંટ ઉઠાવીને સીધી જ સસરા (Father in Law)ના માથામાં મારી દીધી હતી. મૃતક વ્યક્તિ આરએસએસ સાથે સંકળાયેલા હોવાના કારણે હત્યાના બનાવની માહિતી મળતા જ મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતનાં ઉચ્ચ પદસ્થ નેતાઓ દોડી આવ્યા હતા.
જામનગર શહેરમાં મંગળવારે એક તરફ ચૂંટણીના સરઘસમાં વિજયના કારણે ભાજપના તમામ કાર્યકરો વ્યસ્ત હતા. તેવામાં સંઘ (RSS)ના નેતાનું મોત થતા નેતાઓ અને પોલીસ (Jamnagar Police) ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. વિજય ભાનુશંકર ભટ્ટ નામના 65 વર્ષીય વૃદ્ધ મંગળવારે રાત્રે જામનગરના દિગ્વિજય પ્લોટ ખાતે રહેતા તેના જમાઇ (Son in Law) મનિષ સુરેશભાઇ જાનીના ઘરે આવ્યા હતા. વિજયભાઇના પુત્ર સચિને નવુ મકાન બનાવ્યું હોવાથી મકાનના વાસ્તુનું નિમંત્રણ આપવા માટે આવ્યા હતા. દરમિયાન સસરા (Father in Law) અને જમાઇ (Son in Law) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં આ ઘટના બની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે