વિશ્વ પર્યાવરણ દિવસે SVPI એરપોર્ટ પર વૃક્ષારોપણ અને જનજાગૃતિ અભિયાનની શરૂઆત

આ જાગૃતિ અભિયાન અંતર્ગત SVPI એરપોર્ટના મુસાફરોને પણ પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ પર્યાવરણને લગતી ચિત્રકામ પ્રવૃતિઓમાં ભાગ લઈ સરપ્રાઈઝ ઈકો ગિફ્ટ્સ મેળવી ઉત્સાહિત થઈ રહ્યા છે. 
 

વિશ્વ પર્યાવરણ દિવસે SVPI એરપોર્ટ પર વૃક્ષારોપણ અને જનજાગૃતિ અભિયાનની શરૂઆત

અમદાવાદઃ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવા SVPI એરપોર્ટે એક સપ્તાહ લાંબી ઝુંબેશ શરૂ કરી છે. એરપોર્ટ સ્ટેકહોલ્ડર્સ દ્વારા વૃક્ષારોપણ સાથે જનજાગૃતિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં પર્યાવરણના જતનર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
 
એરપોર્ટના તમામ સ્ટેકહોલ્ડર્સ દ્વારા પર્યાવરણની સેવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના અભિગમને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. પકૃતિની માવજત માટે પ્રતિજ્ઞા અને જાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વૃક્ષારોપણ સાથે સફાઈ અભિયાનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- નવસારી કોર્ટે સગીરો પર બળાત્કાર કરનાર વિધર્મી યુવકને ફટકારી આજીવન કેદની સજા
 
આ જાગૃતિ અભિયાન અંતર્ગત SVPI એરપોર્ટના મુસાફરોને પણ પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ પર્યાવરણને લગતી ચિત્રકામ પ્રવૃતિઓમાં ભાગ લઈ સરપ્રાઈઝ ઈકો ગિફ્ટ્સ મેળવી ઉત્સાહિત થઈ રહ્યા છે. મુસાફરોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા કાપડની શોપિંગ બેગ, પ્લાન્ટેબલ પેન જેવી યાદગાર ભેટો આપવામાં આવી હતી.
 
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત અન્ય કાર્યક્રમોમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ફ્યુઅલ ફાર્મ અને એપ્રોચ રોડ પર સફાઈ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન ટીમે વિસ્તારમાંથી 600 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એરપોર્ટે 50 ટનથી વધુ પ્લાસ્ટિક રિસાયક્લિંગ માટે એકત્ર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કોંગ્રેસના લલ્લૂઓ 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય, પાટિલે ફેંક્યો પડકાર
 
ટકાઉ પર્યાવરણ માટે પ્રતિબદ્ધ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તેને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમોનું આયોજન કરતું રહેશે. કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટે તાજેતરમાં ઓપરેશનલ એરિયામાં ચાર ઈલેક્ટ્રિક વાહનોને પણ કાર્યરત કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news