લાલજી પટેલનો સમાજને પત્ર - 2019માં સરકારને માઠા પરિણામોની તૈયારી રાખવી પડશે
એસપીજીના લાલજી પટેલે પાટીદાર સમાજને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં લાલજી પટેલે તમામ પાટીદાર લોકોને એકમંચ પર ભેગા કરવા માટે પ્રયાસ કર્યો છે.
Trending Photos
તેજશ દવે/સુરત : એસપીજીના લાલજી પટેલે પાટીદાર સમાજને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં લાલજી પટેલે તમામ પાટીદાર લોકોને એકમંચ પર ભેગા કરવા માટે પ્રયાસ કર્યો છે. પોતાના પત્રમાં લાલજી પટેલે જણાવ્યુ છે કે, તેઓ બધા જ પાટીદારોને સાથે લાવવા પ્રયાસ કરશે. તો લાલજી પટેલે આંદોલનના પાંચ મુદ્દાની પણ જાહેરાત કરી છે. જેમાં તેઓ પાટીદાર સમાજને બંધારણીએ અનામત મળે સાથે જ પાટીદાર શહીદોને ન્યાય સાથે વળતર પણ આપવાની માંગ કરી છે. ઉપરાંત જેલમાં બંધ આંદોલનકારીઓને મુક્ત કરાય, સમાજ પર દમન કરનારાઓને સજા થાય અને આંદોલન કરનારાઓ પરના તમામ કેસ પાછા ખેંચવાનો ઉલ્લેખ પણ લાલજી પટેલે પોતાના પત્રમાં કર્યો છે.
તેમણે કહ્યું કે, કોઈ પણ મામલે પાટીદાર સમાજને ક્યાંય ન્યાય મળ્યો નથી. હું આજે પાટીદાર સમાજના તમામ આગેવાનોને કહેવા માંગુ છું કે, 2015માં જે રીતે તાકાત બતાવી હતી, તે જ રીતે હળીમળીને તાકાત બતાવીશું તો સો ટકા સરકાર આપણને ન્યાય આપશે. ન્યાય માટે આગામી સપ્તાહમાં તમામ નેતાઓ સરકાર સામે રણશીંગુ ફુંકીશું. વિધાનસભા પહેલા અમારી મુખ્ય માંગણીઓ વિશે જે વાત સરકારે કરી હતી, તે વિશે એક પણ કામ પૂરા થયા હતા. તેથી હવે મુખ્ય મુદ્દાની લડાઈ લડવા માટે અમે ફરીથી એકઠા કરીને સરકાર સામે મીટિંગ કરીશું. સરકાર સામે આગામી સમયમાં કેવી રીતે લડવું તેની રણનીતિ નક્કી કરીશું.
તેમણે કહ્યું કે, 26 સીટોમાંથી મોટાભાગની સીટ પર પાટીદારોનું પ્રભુત્વ છે. જો સરકાર બિનઅનામત વર્ગની માંગણીઓ પર ધ્યાન નહિ આપે તો આગામી 2019 પહેલા સરકારને માઠા પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે