ગુજરાતમાં બન્યો જાણવા જેવો કિસ્સો! સુરતના વેપારી સાથે નવી જ ઠગાઇ કરીને તફડાવ્યા લાખો રૂપિયા

મૂળ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સીનલી ગામનો વતની અને ભૂતકાળમાં સુરતમાં કાપડનો ધંધો કરી ચૂકેલો કુંભારામ નવારામ ચારણ પરવટ પાટિયા વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડે દબોચી લીધો હતો.

ગુજરાતમાં બન્યો જાણવા જેવો કિસ્સો! સુરતના વેપારી સાથે નવી જ ઠગાઇ કરીને તફડાવ્યા લાખો રૂપિયા

ચેતન પટેલ/સુરત: ભાગળના જૈન જ્વેલર્સના માલિકને મુંબઇના બુલિયન કિંગ પૃથ્વીરાજ કોઠારી તરીકે ફોન કરી મુંબઇમાં આંગડિયા મારફતે 35 લાખ મંગાવી છેતરપિંડી કરનાર કુખ્યાત મોડસિંહના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો હતો.

મૂળ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સીનલી ગામનો વતની અને ભૂતકાળમાં સુરતમાં કાપડનો ધંધો કરી ચૂકેલો કુંભારામ નવારામ ચારણ પરવટ પાટિયા વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડે દબોચી લીધો હતો. આ શખ્સ કુખ્યાત મોડસિંહ ગેંગનો ખાસ સાગરીત હતો. 

મોડસિંહ દેશના ધનાઢ્ય લોકોના નામે વેપારીઓને ફોન કરી પોતાને ત્વરિત નાણાંની જરૂરિયાત હોવાનું જણાવી આંગડિયા મારફત નાણાં મંગાવતો. વેપારીને જ્યાં સુધી આ વ્યક્તિ ખોટી હોવાનું જાણ થતી ત્યાં સુધીમાં કુંભારામ આંગડિયાથી નાણાં લઇ નીકળી જતો હતો. મુંબઇમાં બે વેપારીઓ પાસેથી 85 લાખ પડાવી લીધા હતા.

સુરતના વેપારી સાથે પણ ૩૫ લાખની છેતરપિંડી કરી હતી. મોડસિંહે 2022માં મુંબઇની જાણીતી રિદ્ધિસિદ્ધિ બુલિયનના પૃથ્વીરાજ કોઠારીના નામે ભાગળના જૈન જ્વેલર્સનાં પ્રફુલ્લભાઇ રાઠોડને ફોન કર્યો હતો. પોતાને ત્વરિત નાણાંની જરૂર હોવાનું જણાવી ટોકન તરીકે પાંચ રૂપિયાની નોટનો નંબર આપી 35 લાખનું આંગડિયું મુંબઇ મંગાવ્યું હતું. જે નાણાં કુંભારામે મેળવી લીધા હતા. પોતાને ફોન કરનાર શખ્સ પૃથ્વીરાજ કોઠારી નહિ હોવાનું પરંતુ પોતે મોડસિંહ ગેંગનો શિકાર બન્યાનું જાણવા મળતાં તેમણે મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મોડસિંહ તો મુંબઇમાં ઝડપાઇ ગયો હતો, પરંતુ કુંભારામ એક વર્ષથી ફરાર હતો. પરવત પાટીયા વિસ્તારમાં રહેતા સંબંધીને મળવા આવ્યો હોવાની માહિતી પોલીસ સુધી પહોંચી જતા દબોચી લેવાયો હતો. હાલ તો સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news