માંડવીનું ઝીલ જહાજ દરિયામાં ગરકાવ, 9 ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ
બચાવ ટીમ પણ તાત્કાલિક પહોંચી હતી અને જહાજમાંથી કૂદી ગયેલાં ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક બચાવી લીધાં હતાં.
Trending Photos
માંડવીનું ઝીલ નામનું જહાજ અફાટ સમૂદ્રની વચ્ચે વાવાઝોડાની ચપેટમાં આવી ગણતરીની પળોમાં પાણીમાં ગરકાવ થઇ ગયું. આ આખીય દુર્ઘટનાના વીડિયો ફૂટેજ સામે આવ્યાં છે. મૂળ માંડવીનું આ જહાજ દુબઇથી યમન જઇ રહ્યું હતું તે સમયે આ દુર્ઘટના ઘટી હતી. જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સે ઓથોરિટીને જાણ કરી દેતાં બચાવ ટીમ પણ તાત્કાલિક પહોંચી હતી અને જહાજમાંથી કૂદી ગયેલાં ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક બચાવી લીધાં હતાં. આથી જાનહાનિ ટળી ગઇ હતી. જો કે બચાવ માટે આવેલાં જહાજમાંથી કોઇએ આ ડૂબતા જહાજના દ્રશ્યો કેપ્ચર કરી લીધાં હતાં. વાવાઝોડાની ચપેટમાં આવેલું આ જહાજ ગણતરીની પળોમાં જ જાણે કે મધદરિયે અલોપ થઇ ગયું હતું. આ જહાજ પર લાખો કરોડોની કાર બાંધીને લઇ જવાઇ રહી હતી. જો કે ગણતરીમાં જ આ બધા સામાને જળસમાધિ લઇ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે