કચ્છથી છોકરીઓને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારા વિધર્મીઓ ગીરફ્તમાં, એક બે નહીં 6 છે કેસ

સગીરા, કિશોરી, યુવતી અને મહિલાઓને લલચાવી ફોસલાવી ભગાડી જઈ તેઓની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે માહિતી મેળવી આરોપીઓને શોધી કાઢ્યા..

કચ્છથી છોકરીઓને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારા વિધર્મીઓ ગીરફ્તમાં, એક બે નહીં 6 છે કેસ

ઝી બ્યુરો/કચ્છ: માંડવી, ભુજ, માધાપર, નખત્રાણા અને રાજસ્થાનમાં નોંધાયેલી ફરિયાદોના આધારે તમામ આરોપીઓને પકડી પશ્ચિમ કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો છે. આ કેસમાં ઝડપી ચાર્જશીટ સહિત લવજેહાદના એન્ગલથી પણ પોલીસ તપાસ કરે તો નવાઈ નહીં. સુખપરના આરોપીને છેક બિહાર જઇ પોલીસે પકડ્યો હતો. 

હાલમાં યુવતી અને ખાસ કરીને સગીર છોકરીઓને લલચાવી ફોસલાવી ભગાડી જવાના વધતા જતા બનાવોથી લોકોમાં ચિંતા વધી છે, બીજી તરફ આવા બનાવો અટકાવવા દુષ્કર્મ આચરનારાઓને પકડી પાડવા પોલીસ પણ સક્રિય થઇ હોય એમ છ અલગ ગુનામાં પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

સગીરા, કિશોરી, યુવતી અને મહિલાઓને લલચાવી ફોસલાવી ભગાડી જઈ તેઓની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે માહિતી મેળવી આરોપીઓને શોધી કાઢી મહિલાઓને મુક્ત કરાવી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પશ્ચિમ કચ્છ પોલીસે પ્રશંશનીય કામગીરી કરી હતી.

આતો સંવેદનશીલ કહી શકાય તેવા બનાવો હતા પરંતુ પચ્છિમ કચ્છમાંજ થોડા સમયમા આવા અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયેલા છે. પોલીસ ઝડપી ચાર્જસીટ સાથે તપાસ કરશે. પોલીસે પકડેલા તમામ કિસ્સામાં એક વાત કોમન છે કે વિધર્મી યુવકો દ્રારા આ તમામ છોકરી-યુવતીને ભગાડી જવામાં આવી છે. થોડા સમય પહેલાં જ હિન્દુ સંગઠનોએ આ તમામ મામલામાં યોગ્ય તપાસ કરવા માટે પણ પોલીસને રજુઆત કરી હતી. ત્યારે આજે પચ્છિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જો કે કચ્છમાં આ છ સિવાયના કેટલા કિસ્સાઓ સામે આવ્યા છે તે સંદર્ભે તેમની પાસે માહિતીનો અભાવ જોવા મળ્યો હતો.

જો કે આ તમામ કિસ્સામા ચાર્જસીટ સહિતની ઝડપી કાર્યવાહી થશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો સાથે આ તમામ કિસ્સામાં લવજેહાદ જેવી કોઇ ઘટના પડદા પાછળ છે કે નહી તે દિશામાં તેઓએ તપાસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતીને ધ્યાને રાખી વધુ કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ તમામ એંગલથી પોલીસ તપાસ કરશે તેમ જણાવ્યુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news