હાર્દિક કેપ્ટન અને વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી આઉટ... શ્રીલંકા સામે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયા

IND vs SL T20 Series: ભારત અને શ્રીલંકા વચ્ચે 26 જુલાઈથી ત્રણ મેચની ટી20 સિરીઝ રમાવાની છે. બીસીસીઆઈ દ્વારા જલ્દી આ ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. 

હાર્દિક કેપ્ટન અને વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી આઉટ... શ્રીલંકા સામે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ India Squad For Sri Lanka T20 Series: ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાંચ મેચની ટી20 સિરીઝ બાદ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર જશે. શ્રીલંકામાં ભારતીય ટીમે ત્રણ મેચની ટી20 સિરીઝ અને વનડે સિરીઝ રમવાની છે. શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન હોઈ શકે છે. તો જસપ્રીત બુમરાહને આ સિરીઝમાં આરામ મળી શકે છે. આ સિવાય શિવમ દુબે પણ બહાર રહી શકે છે. 

ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટીમની વાત કરીએ તો અભિષેક શર્મા, રિયાન પરાગ, તુષાર દેશપાંડેને શ્રીલંકાની ટિકિટ મળવી ખુબ મુશ્કેલ છે. હકીકતમાં 2026 ટી20 વિશ્વકપને ધ્યાનમાં રાખતા શ્રીલંકા વિરુદ્ધ ભારતની 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી શકે છે. વિશ્વ વિજેતા ટીમના સભ્ય રહેલા રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ શ્રીલંકા સિરીઝમાં રમતા જોવા મળી શકે છે. 

કોચ ગંભીર અને કેપ્ટન હાર્દિકના સમયની થશે શરૂઆત
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. તો રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ટી20માંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેવામાં હાર્દિક પંડ્યાને ટી20નો નવો કેપ્ટન જાહેર કરવામાં આવી શકે છો. આ સિવાય રિષભ પંત પણ કેપ્ટનશિપ માટે દાવેદાર છે. હકીકતમાં હાર્દિક પંડ્યાને વારેવારે થતી ઈજા તેને કેપ્ટન બનાવવામાં સમસ્યા ઉભી કરી શકે છે. 

આ ખેલાડીઓને મળી શકે છે જગ્યા
શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં બેટિંગ વિભાગમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને રિંકૂ સિંહ હોઈ શકે છે. તો ઋષભ પંત અને સંજૂ સેમસન બે વિકેટકીપર હોઈ શકે છે. આ સિવાય અક્ષર પટેલ અને વોશિંગટન સુંદરના રૂપમાં બે સ્પિનર અને કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર હોઈ શકે છે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મોહમ્મદ સિરાજ ખલીલ અહમદને તક મળી શકે છે. 

શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતની સંભવિત ટીમ
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ, ખાન, અર્શદીપ સિંહ, અવેશ સિંહ. અને ખલીલ અહેમદ/મુકેશ કુમાર.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news