કરોડોનો વૈભવ ત્યજી દીધો, અને સંયમના માર્ગે નીકળ્યો કચ્છનો આખો પરિવાર

Kutch Family Take Diksha : ભુજમાં કાપડનું હોલસેલ બિઝનેસ ચલાવતા પિયુષભાઈ, તેમના પત્ની, પુત્ર અને ભાણેજે પોતાની કરોડોની સંપત્તિ વર્શિદાન કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું
 

કરોડોનો વૈભવ ત્યજી દીધો, અને સંયમના માર્ગે નીકળ્યો કચ્છનો આખો પરિવાર

Jain Samaj : જૈન સમાજમા દીક્ષા લેવાનું અનેરું મહત્વ છે. કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડેલા અનેક ઉદાહરણો છે, ત્યારે કચ્છના એક પરિવારે કરોડોની સંપત્તિ ત્યજીને દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે. કચ્છના ભુજમાં એક જ પરિવારના ચાર લોકોએ એકસાથે દીક્ષા લીધી છે. આ ચારેય સદસ્યોનો એકસાથે દીક્ષાગ્રહણ સમારોહ યોજાયો હતો. 

અજરામર સંપ્રદાયના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડ બે ચોવીસી જૈન સમાજમાં એક જ પરિવારના ચાર સભ્યએ સંયમ માર્ગે જવાનું નક્કી કર્યું છે. ભુજમાં કાપડનો હોલસેલનો વ્યવસાય કરતા પિષુયભાઈ અને તેમના પરિવારે દીક્ષા લીધી છે. ત્યારે આ ચારેય લોકોનો વર્ષીદાન સમારોહ યોજાયો હતો. પરંતુ સંયમના માર્ગે જતા પહેલા મનુષ્ય જીવનના તમામ ભૌતિક સુખસુવિધાનો ત્યાગ કરવો પડે છે. ત્યારે તેઓએ પોતાનો એક કરોડનો ટર્નઓવર ધરાવતા વ્યવસાયને પણ છોડી દીધો. 

આ પણ વાંચો : 

તેમના દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, મુંબઈથી જૈન સમાજના લોકોએ હાજરી આપી હતી. 

કેવી રીતે દીક્ષા લેવા પ્રેરાયા
ઉજ્જવળ ગુરુણી મૈયાના આશીર્વાદથી ભુજના પૂર્વીબેન મહેતાને વૈરાગ્યના ભાવ જાગતા તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. તેમની સંગતમાં ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈ તેમના પતિ પિયુષ મહેતા, પુત્ર મેઘકુમાર અને ભાણેજ ક્રિશે પણ સહજભાવે કઠિન ભગવતી દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news