મંદિરમાં દર્શન કરવા પર અનુસૂચિત જાતિના લોકો પર હુમલો, મંત્રી પ્રદીપ પરમારે ઘટનાને વખોડી

કચ્છમાં મંદિરમાં દર્શન કરવા પર અનુસૂચિત જાતિના લોકો પર હુમલો કરવાની ઘટના બની છે. એફઆઈઆર મુજબ, હુમલાખોરો તે વાત પર રોષે ભરાયા હતા કે, ગોવિંદ વાઘેલા અને તેમનો પરિવાર 20 ઓક્ટોબરે નેર ગામના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજા માટે આવ્યા હતા. જેથી તેમના પર હુલમો કરાયો હતો. જોકે,  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે આ ઘટનાને વખોડી હતી. 
મંદિરમાં દર્શન કરવા પર અનુસૂચિત જાતિના લોકો પર હુમલો, મંત્રી પ્રદીપ પરમારે ઘટનાને વખોડી

નિધિરેશ રાવલ/કચ્છ :કચ્છમાં મંદિરમાં દર્શન કરવા પર અનુસૂચિત જાતિના લોકો પર હુમલો કરવાની ઘટના બની છે. એફઆઈઆર મુજબ, હુમલાખોરો તે વાત પર રોષે ભરાયા હતા કે, ગોવિંદ વાઘેલા અને તેમનો પરિવાર 20 ઓક્ટોબરે નેર ગામના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજા માટે આવ્યા હતા. જેથી તેમના પર હુલમો કરાયો હતો. જોકે,  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે આ ઘટનાને વખોડી હતી. 

મંદિરમાં પ્રવેશવા પર અનુસૂચિત જાતિના લોકો પર કરાયો હુમલો 
20 ઓક્ટોબરે નેર ગામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. જેમાં અનુસૂચિત જાતિના લોકો હાજર રહ્યા હતા. ત્યારે તેમને જોઈને કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમના પર પાઇપ, લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે 4 દિવસ પહેલા 20 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. ભચાઉ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ ઘટના અંગે તપાસ કરી હતી. જોકે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઇ પણ ધરપકડ થઇ નથી.

ઘટના વખોડવાલાયક છે - મંત્રી પ્રદીપ પરમાર
સમગ્ર મામલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું કે, જે દિવસે ઘટના બની ત્યારે કલેક્ટર અને એસપી સાથે ચર્ચા કરી હતી. FIR ની કોપી મંગાવી, કઈ કલમો લગાવી તેનો અભ્યાસ કર્યો છે. આવી કોઈ પણ ઘટના વખોડવા લાયક છે. પરંતુ એક ઘટનાને લઈને સમગ્ર રાજ્યને બદનામ ન કરવુ જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news