તમામ નિયમોનાં ધજાગરા ઉડાવી ઉજવ્યો કૃષ્ણજન્મોત્સવ, MPનો પુત્ર કોરોના પોઝિટિવ, કલાકારોમાં ફફડાટ
સાંસદના પુત્ર નૈમીષ ધડુકને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. ગત્ત અઠવાડીયે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિત ના કલાકારો એકત્ર થયા હતા
Trending Photos
રક્ષીત પંડ્યા/પોરબંદર: સાંસદના પુત્ર નૈમીષ ધડુકને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. ગત અઠવાડિયે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિત ના કલાકારો એકત્ર થયા હતા. આ કાર્યક્રમ માટે 50 લોકોની મંજુરી લેવામાં આવી હતી. જો કે તેમાં મંજુરી કરતા વધારે લોકો એકત્ર થયા હોવાનું સામે આવ્યું હતું.
અનલૉક પાર્ટ 3 ની ગાઇડ લાઈનનું પણ પાલન કરવામાં નહી આવ્યું હોવાનું સામે આવ્યું હતું. 50 લોકોના બદલે અનેક માણસો એકત્ર થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તંત્રના ધ્યાને આવવા છતા પણ કોઇ પગલા લેવામાં આવ્યા નહોતા. સાંસદનો મામલો હોવાનાં કારણે આંખઆડા કાન કરવામાં આવ્યા હતા.
સાંસદ રમેશ ધડુકે પોતાના પૌત્રને કાનુડો બનાવ્યો હતો. પૌત્રના જન્મ બાદ પ્રથમ જનામાષ્ટમી આવતા કરવામાં આવી હતી ભવ્ય ઉજવણી. અનેક ખ્યાતનાક ડાયરાના કલાકારો એકત્ર થયા હતા. તમામ કલાકારો સાથે ધડુકના પુત્રએ તસ્વીરો પણ પડાવી હતી. જો કે હવે તેનો કોરોના પોઝિટિવ આવતા હવે કલાકારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે