રાજ્યસભા ચૂંટણી: ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા BJPના ઉમેદવાર, જાણો તેમના વિશે

ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે બે નામ જાહેર કરાયા છે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને ટિકિટ અપાઈ છે. ભાજપે જે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમના વિશે જાણવું ખુબ જરૂરી છે. કારણ કે આ વખતે ભાજપ દ્વારા એક આદિવાસી મહિલા કાર્યકરને ટિકિટ અપાઈ છે. જ્યારે અભય ભારદ્વાજ એક વકીલ છે. આવો આપણે જાણીએ આ બંને ઉમેદવારો વિશે...

રાજ્યસભા ચૂંટણી: ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા BJPના ઉમેદવાર, જાણો તેમના વિશે

રક્ષિત પંડ્યા રાજકોટ, શૈલેષ ચૌહાણ સાબરકાંઠા: ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં થઈ. આ બેઠકમાં પીએમ મોદી, સંરક્ષમ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને સમિતિના અન્ય સભ્યો પણ ઉપસ્થિત હતાં. આ સમિતિમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરાયા જે મુજબ ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે બે નામ જાહેર કરાયા છે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને ટિકિટ અપાઈ છે. ભાજપે જે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમના વિશે જાણવું ખુબ જરૂરી છે. કારણ કે આ વખતે ભાજપ દ્વારા એક આદિવાસી મહિલા કાર્યકરને ટિકિટ અપાઈ છે. જ્યારે અભય ભારદ્વાજ એક વકીલ છે. આવો આપણે જાણીએ આ બંને ઉમેદવારો વિશે...

રમીલાબેન બારા
રમીલાબેન ત્રણ વાર વિધાનસભા અને એક વાર લોકસભાની ચૂંટણી લડી ચુક્યા છે જેમાં એક વાર વિજયી થયા હતા ત્રણ વાર હાર મેળવી ચુક્યા છે. રાજ્યસભામાં ભાજપ પક્ષે પ્રથમ વાર અનુસુચિત જન જાતિની મહિલા ઉમેદવારની પસંદગી ઉતારી. ૧૯૮૪માં રમીલાબેન બારાના પિતા બેચરભાઈ બારા ખેડબ્રહ્મા વિધાનસભામાં ભાજપમાંથી વિજયી થયા હતા. ૨૦૦૧ માં વાહન વ્યવહાર વિભાગમાં ઉપ સચિવમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ આપી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૦૪ ની લોકસભાની સામાન્ય ચુંટણીમાં મધુસુદન મિસ્ત્રી સામે હાર થઇ હતી (સંભવિત કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી સામે લડશે ). ૨૦૦૪ નવેમ્બરમાં વિધાનસભા ખેડબ્ર્હમા બેઠક પર થી અમરસિંહ ચૌધરીના પુત્રી વૈશાલી ચૌધરી સામે લડ્યા હતા જેમાં હાર થઇ હતી. ૨૦૦૭ માં ખેડબ્રહ્મા વિધાનસભામાં અશ્વિન કોટવાલની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૪ માં અનુસુચિત જનજાતિ નિગમના ચેરમેન પદે નિમણુંક-૨૦૧૭ માં ખેડબ્રહ્મા વિધાનસભામાં અશ્વિન કોટવાલ સામે હાર થઈ હતી. ૧૦ વર્ષથી ગુજરાત પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. 

અભય ભારદ્વાજ

તેમનો જન્મ ૨ એપ્રિલ ૧૯૫૪ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. એસએસસી ભારતમાં કર્યું મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યા શાળામાં અભ્યાસ કર્યો હતો. આઈ.ટી.આઈ માં એરોનોટિકલ એન્જિનિયરિંગ માટે પ્રવેશ પરીક્ષા પાસ કરી પરંતુ સંજોગો ન હોવાના કારણે રાજકોટના ધર્મેન્દ્રસિંહ કોલેજ માં આર્ટસ વિભાગમાં અંગ્રેજી ફિલોસોફી વિષય સાથે સ્નાતક થયા. જનસત્તામાં સત્તર વર્ષની વયે જોડાયા. ૧૮ વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડિટર તરીકેની નિમણૂક પામ્યા હતા. ૨૧ વર્ષની વયે ગુજરાતની વ્યવસાય પત્રકારોના મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા.  1977 માં જનતા પાર્ટી નું શાસન આવ્યું ત્યારે ૨૩ વર્ષની વયે રાજકોટ શહેર જિલ્લા જનતા પક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા તથા અખિલ ભારતીય કારોબારીમાં મહત્વનું સ્થાન મેળવ્યું.

1980થી વકીલાતના વ્યવસાયમાં ઝંપલાવ્યું. શશીકાંત માળી પ્રકરણમાં એકલા હાથે મહારથી વકીલો સામે જજુમી સત્યનો પક્ષ લઈને સુપ્રીમ કોર્ટ સુધી જઈને અંતે શશીકાંત ને ફાંસી અપાવી દવે પરિવારને ન્યાય અપાવ્યો જેના કારણે એકલવીર નું બિરુદ બ્રહ્મ સમાજ તરફથી મળ્યું હતું. નાનપણથી જ આરએસએસના સ્વયંસેવક રહ્યા છે તથા રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી પણ રહ્યા છે. અભય ભારદ્વાજ ગુજરાતના રામ જેઠમલાણી નું બિરુદ પણ પામ્યા છે. હિન્દુ તથા મુસ્લિમોની સમાન લોકચાહના મેળવનાર અભૂતપૂર્વ નેતા તરીકે તથા માનવતાવાદી નેતા તરીકે સ્થાન પામ્યા છે. 

અભયભાઈ ભારદ્વાજ રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ પદે ઝુકાવતાં તેઓ બિન હરીફ જાહેર થયા હતા. હાલ કિસાન સંઘના ઓલ ઇન્ડિયા સ્થળે લીગલ એડવાઈઝર તરીકે માનદ્ સેવા આપે છે. ગુજરાતના મોખરાના ફોજદારી વકીલોમાં તેમની ગણના થાય છે. હિન્દુસ્તાનના કાનૂની ઇતિહાસમાં પ્રથમ વખત દેશના કાયદા પંચ એટલે કે લો કમિશન ઓફ ઇન્ડિયા માં નીચલી અદાલતમાં કામ કરતા વકીલ અભય ભારદ્વાજ ની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

જુઓ LIVE TV

અભય ભારદ્વાજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના સૌથી નિકટના અંગતના મિત્રોમાંના એક 
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અંગત મિત્ર છે. મુખ્યમંત્રી ના કોલેજ સમયના 12 મિત્રોના ડર્ટી ડઝન ગ્રુપ માં ના એક અભય ભારદ્વાજ છે. તેઓ પરશુરામ યુવા સંસ્થાના પણ સ્થાપક છે. અભયભાઈ ભારદ્વાજને રાજ્યસભામાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યકત કર્યો હતો. રાજ્યસભામાં સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ મળતા  તેવી વાતો વચ્ચે અભયભાઈનું નામ જાહેર થતાં ભાજપના વર્તુળો તેમજ તેમના ચાહકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news