અંજારના સંજીવ તોમરના પુત્ર યશનું અપહરણ, સવા કરોડની ખંડણી માગતાં અડધી રાતે પોલીસ દોડતી
સાત નવેમ્બરના પોતાના ઘરેથી સ્કૂટી લઈને કોલેજ ગયા બાદ આ યુવાન લાપતા હતો અને ત્યારબાદ તેમાં એક કરોડ 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જેના પગલે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/કચ્છ: અંજાર તાલુકાના મેઘપર બોરીચીના મંગલમ રેસીડેન્સીમાં રહેતા કોલેજીયન યુવાન યસ સંજીવ કુમાર તોમર (વર્ષ.19) ની અપહરણ બાદ સવા કરોડની ખંડણી માંગવામાં આવી હતી અને ત્યાર પછી હત્યા કરી દેવામાં આવી છે. સાત નવેમ્બરના પોતાના ઘરેથી સ્કૂટી લઈને કોલેજ ગયા બાદ આ યુવાન લાપતા હતો અને ત્યારબાદ તેમાં એક કરોડ 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જેના પગલે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે આ ઘટનાની માહિતી મળતાં જ તપાસ શરૂ કરી હતી તે દરમિયાન સ્નેપચેટ ઉપર એક વિડીયો મળ્યો હતો. જેના આધારે પોલીસે લોકેશન મેળવ્યા બાદ તપાસ કરતા યુવાન યસ સંજીવકુમાર તોમરની હત્યા કરીને લાશ જમીમાં દાટી દેવામાં આવી હતી. આ યુવાન પ્લેઝર લઈને કોલેજે ગયો હતો. ત્યારબાદ તેમની હત્યા કરીને લાશ ગાંધીધામ આદિપુર વચ્ચે ડીસી-5 ની પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓમાં જમીનમાં લગભગ ચાર ફૂટ ઊંડો ખાડો કરીને દાટી દેવામાં આવી હતી. બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મામલતદાર ની હાજરીમાં જમીનમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી હાલ પોલીસ આ યુવાનના હત્યારાઓની શોધ કરી રહી છે.
છેલ્લે આ યુવાન આદિપુરના ડી.સી. પાંચ બાજુ જતો હોવાનું બહાર આવતાં પોલીસે આ વિસ્તારના તમામ સી.સી.ટી.વી. કેમેરા તપાસ્યા હતા. તેમજ કોઈનાં ઘરમાં તેનું પ્લેઝર મોપેડ નંબર જી.જે.-12-ઈ.એફ.-8832વાળું કોઈએ સંતાડયું છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અંજાર, આદિપુર, ગાંધીધામ એ-બી ડિવિઝન, એલસીબી, એસ.ઓ.જી.ની ટીમોએ આ વિસ્તારને ખુંદી નાખ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે