5 વર્ષના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ, ખુલાસો થતા ગજબનો કિસ્સો આવ્યો સામે

અમદૂપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થવાના કેસમાં નવો વળાંક આવ્યો. નાના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં પોલીસે માતાને બાળક સોંપીને હાશકારો અનુભવ્યો છે.

5 વર્ષના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ, ખુલાસો થતા ગજબનો કિસ્સો આવ્યો સામે

ઉદય રંજન, અમદાવાદ: અમદૂપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થવાના કેસમાં નવો વળાંક આવ્યો. નાના બાળકના અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનું બહાર આવ્યું. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની તેના જેઠ સાથે ભાગી ગઈ હતી અને અલગ રહેવા લાગી હતી. પતિને જાણ થતાં પોતાના મોટા પુત્રને લઇને ભાગી ગયો હતો. પોલીસે બાળકને પરત અપાવી કાર્યવાહી કરી છે. જ્યારે મહિલાએ નોંધાયેલી ખોટી ફરિયાદ ને લઈને પણ ગુનો નોંધ્યો.

અમદુપુરા વિસ્તારમાં જી.સી.એસ. હોસ્પીટલના કોટની ફુટપાથ ઉપર રહેતી આ મહિલાએ પાંચ વર્ષના બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અપહરણ મુદ્દે નવી વળાંક આવતા ફરિયાદી મહિલા જ આરોપી બની. ઘટનાની વિગત એવી છે કે, મહિલાના પહેલા લગ્ન મુકેશ રાવળ સાથે થયા હતા. જેનાથી તેને બે બાળકો થયા. એક પુત્ર પાંચ વર્ષનો અને બીજો પુત્ર બે વર્ષનો.

આઠેક દિવસ પહેલા મોટા પુત્રનું કોઈ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાની પોલીસને જાણકારી મળી. શહેર કોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી. પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા પરંતુ કોઈ ભાળ મળી ન હતી. એક અઠવાડિયા સુધી શોધખોળ બાદ પતિ-પત્નીને ક્રાઈમ બ્રાન્ચ લાવી પૂછપરછ કરતા યુવતીએ હાલના પતિ પહેલા તેઓના ભાઇ તથા અન્ય એક યુવકની સાથે લગ્ન કરેલા હોવાની માહિતી આપી.

પહેલો પતિ મણિનગર રેલ્વે સ્ટેશન સામે રોડની ફુટપાથ તથા ઘોડાસર ખાતે સ્મૃતિ મંદિરની આસપાસ રહે છે. આ જ પતિ પોતાના બાળકનું અપહરણ કરી લઇ ગયો હોવાની શંકાને લઈ પોલીસ તપાસ કરતા તેના પતિ મુકેશ પાસે અપહરણમાં ભોગ બનેલ પાંચ વર્ષનું બાળક મળી આવ્યુ હતુ. મહિલાના પતિની અટકાયત કરી પુછપરછ કરતા ચાર વર્ષ પહેલા આ મહિલા સાથે લગ્ન કર્યા હતા. લોકડાઉનના કારણે મુકેશનો મોટો ભાઈ અજય તેમની સાથે રહેવા આવી ગયો હતો.

મહિલાને પોતાના જેઠ સાથે પ્રેમ થઇ ગયો હતો. આ દરમ્યાન ચારેક મહિના પહેલા પતિ મુકેશ સાથે ઝઘડો થતા પોતાની મહિલા બાળકો લઇને જેઠ સાથે ભાગી ગઇ હતી. મુકેશએ પત્ની અને બાળકોની શોધખોળ કરતો હતો. દરમ્યાન જાણવા મળ્યું હતું કે તેની પત્ની અને બાળકો અમદુપુરા જી.સી.એસ કોલેજ પાસે રહે છે. જેથી આઠેક દિવસ પહેલા પોતે અમદુપુરા ખાતે ગયેલ અને પોતાના દિકરાને લઇ આવી ગયો હતો. જેથી પોલીસે બાળક તેની માતાને સોંપી અપહરણ કરનાર સામે કાર્યવાહી કરી.

જોકે મહિલા સામે પણ ખોટો મેસેજ આપવા બદલ એનસી ફરિયાદ પોલીસે નોંધી. મહત્વનું છે પતિ દારૂડિયો હોવાથી તેનો જેઠ મહિલાને સાચવતો હોવાનું રટણ મહિલા કરી રહી છે. પતિની જવાબદારી જેઠ ઉઠાવતા તેને પતિને છોડીને જેઠને પતિ બનાવ્યો છે. આ ત્રિકોણીય પ્રેમ પ્રકરણ અને બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં પોલીસે માતાને બાળક સોંપીને હાશકારો અનુભવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news