26 ઓગસ્ટના સમાચાર News

કેબિનેટ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને મંજૂરી મળી: કૌશિક પટેલ
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. રાજ્યમાં પડેલા ભારે વરસાદ તેમજ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહતની સમિક્ષા વિશે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત કોરના વાયરસની મહામારી અંગે લેવામાં આવતા પગલાં બાબતે સમિક્ષા કરવામાં આવી હતી. વિધાનસભાના ચોમાસા સત્રમાં બોલાવવા અને કામકાજ પર કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળે બેઠકમાં મુખ્યમંત્રી સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાની મંજૂરી આપી છે.
Aug 26,2020, 13:00 PM IST

Trending news