ખોડલધામ પાટોત્સવ રદ થવાની શક્યતા, આવતીકાલે નરેશ પટેલ બોલાવશે તમામ ટ્રસ્ટીઓની બેઠક

અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો (flower show) રદ્દ કરવાની જાહેરાત કરી છે. ત્યારે હાલમાં પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર ખોડલ પાટોત્સવ રદ થવાની શક્યતાઓ દેખાઇ રહી છે. 

ખોડલધામ પાટોત્સવ રદ થવાની શક્યતા, આવતીકાલે નરેશ પટેલ બોલાવશે તમામ ટ્રસ્ટીઓની બેઠક

ગૌરવ દવે, રાજકોટ: કોરોનાએ પોતાને ફરી એકવાર પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસ 3 હજારને પાર થઇ ગયા છે. જેના લીધે રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 (Vibrant Gujarat 2022) મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) ના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો (flower show) રદ્દ કરવાની જાહેરાત કરી છે. ત્યારે હાલમાં પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર ખોડલ પાટોત્સવ રદ થવાની શક્યતાઓ દેખાઇ રહી છે. 

કોરોનાના વધતાં જ કેસના લીધે આગામી 21 જાન્યુઆરીએ યોજાનાર ખોડલ પાટોત્સવમાં 20 લાખથી પણ વધુ લોકો જોડાવવાના હતા. ત્યારે હાલ મળી રહેલા સમાચારો અનુસાર આ પાટોત્સવ રદ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. જેને લઇને નરેશ પટેલ આવતીકાલે તમામ ટ્રસ્ટીઓની બેઠક બોલાવશે અને આ અંગે નિર્ણય છે. જોકે આ પાટોત્સવ વર્ચુઅલી પણ યોજાઇ શકે છે તેની સંભાવના છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ઘણા નેતાઓ પણ હાજર રહેવાના હતા. 

ફ્લાવર શો રદ, પતંગોત્સવ પણ રદ
વાઇબ્રન્ટ સમિટ (vibrant summit) મોકૂફ રહેવાની જાહેરાત થતા જ ફ્લાવર શોના રદ થવાની પણ જાહેરાત કરાઈ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો યોજાવાનો હતો, જે રદ કરવામાં આવ્યો છે. જોકે, અમદાવાદમાં યોજાનાર ઈન્ટરનેશલ કાઈટ ફેસ્ટિવલ પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. 

દીવ-દમણમાં ઓફલાઈન શિક્ષણ બંધ
દીવમાં પણ શિક્ષણ ક્ષેત્રે આકરા નિર્ણયો લેવામા આવ્યા છે. દીવમા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. શાળામાં હવેથી ઓનલાઈન શિક્ષણ ચાલશે. આ સાથે જ દીવમાં આવતા પ્રવાસીઓ પર પણ કેટલાક પ્રતિબંધ લગાવાયા છે. પ્રવાસીઓ માટે વેક્સીનના બંને ડોઝ ફરજિયાત બનાવાયા છે. સાથે જ તમામ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનુ રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. 

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news