આડા સંબંધમાં ખેલાયો ખૂની ખેલ: માત્ર 2 લાખ આપવાની ના પાડતા પુત્રવધૂએ સસરાનું કાસળ કાઢ્યું!

ફેસબુકના માધ્યમથી પુત્રવધુ અન્ય એક યુવકના સંપર્કમા આવતા યુવકે વિદેશ જવાની લાલચ આપી હતી. વિદેશ જવા માટે બે લાખ રૂપિયાની જરૂર હોય પુત્રવધુએ સસરા પાસે બે લાખ રૂપિયા માંગ્યા હતા. અને સસરાએ રૂપિયા આપવાની ના પાડતા પુત્રવધુએ સસરાની કરપીણ હત્યા કરી હતી.

આડા સંબંધમાં ખેલાયો ખૂની ખેલ: માત્ર 2 લાખ આપવાની ના પાડતા પુત્રવધૂએ સસરાનું કાસળ કાઢ્યું!

નચિકેત મહેતા/ખેડા: જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં પુત્રવધુએ સસરાની કરપીણ હત્યા કરી નાંખતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પુત્રવધુ અને સસરા વચ્ચે આડા સંબંધ હતા અને સસરા પુત્રવધુને અવેજમાં રૂપિયા આપતા હતા. જોકે ફેસબુકના માધ્યમથી પુત્રવધુ અન્ય એક યુવકના સંપર્કમા આવતા યુવકે વિદેશ જવાની લાલચ આપી હતી. વિદેશ જવા માટે બે લાખ રૂપિયાની જરૂર હોય પુત્રવધુએ સસરા પાસે બે લાખ રૂપિયા માંગ્યા હતા. અને સસરાએ રૂપિયા આપવાની ના પાડતા પુત્રવધુએ સસરાની કરપીણ હત્યા કરી હતી. ડાકોરમા થોડા દિવસ અગાઉ એક વૃદ્ધનો પોતાના જ મકાનમા નગ્ન હાલતમા સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. અને પોલીસે તપાસ હાથ ધરી હતી. 

થોડા દિવસ અગાઉ ડાકોરના ભગત વિસ્તારમાં રહેતા વિજયભાઈ શર્મા નામના યુવાને પોલીસને જાણ કરી કે અમારા જ મકાનમાં મારા પિતા જગદીશ શર્મા ઉંમર 75 વર્ષ નગ્ન સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકના મોટા પુત્રની ફરિયાદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઘટનાને અંજામ આપનાર પોતાના નાના ભાઈની પત્ની પર શંકા વ્યક્ત કરતા મૃતકના મોટા પુત્રએ પોલીસને જાણ કરતા ડાકોર પોલીસ દ્વારા મૃતકની ડી કમ્પોઝ થયેલી ડેડ બોડીને ફોરેન્સિક લેબમાં મોકલી આપી હતી. ત્યાંથી રિપોર્ટ આવ્યો કે મૃતકના માથાના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું છે.

જેને લઈ પોલીસે ડાકોર પોલીસ દ્વારા મોટા પુત્રની ફરિયાદ લઈ મોટા પુત્રએ શંકા વ્યક્ત કરતા નાનાભાઈની પત્ની મનીષા શર્માની પૂછતાજ શરૂ કરી હતી. પુછપરછમા નાના ભાઈની પત્ની મનીષા શર્મા એ પોતાનો ગુન્હો કબુલ કર્યો હતો. જેમા આરોપી પુત્રવધુએ ગુનાની કબુલાત કરતા પોલીસને જણાવ્યું હતુ કે, મૃતકે તેની સાથે અવારનવાર આડા સંબંધ બાંધ્યા હતા અને આડા સંબંધના વળતરમાં મૃતક સસરા તેને આર્થિક મદદ કરતો હતો. અને તે facebookના માધ્યમથી અન્ય એક મિત્રના કોન્ટેકમાં આવતા મિત્રએ વિદેશ લઈ જવાનુ કહ્યુ હતુ. પરંતુ વિદેશ જવા માટે રૂપિયા બે લાખની ફી ભરવી પડશે. એટલે પોતાના સસરા પાસે બે લાખ રૂપિયા માંગતા સસરાએ ઇનકાર કર્યો હતો. અને પૈસા ના આપવાના કારણે તેણે ગત બીજી તારીખના રોજ પોતાના જ સસરાને માથાના તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી દ્વારા જે જગ્યાએ મૃતકનો મૃતદેહ હતો, તે ઓરડીને બહારથી તાળું મારી જાણે કંઈ થયું ના હોય તેમ અજાણ બની ત્રણ દિવસ સુધી પરિવાર વચ્ચે જ રહી હતી. પરંતુ ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતાં ઘરના મોભી હજુ સુધી ઘરે કેમ ના આવ્યા તેની ચિંતા વ્યક્ત કરતાં મોટા પુત્ર એ રાજસ્થાનમાં રહેતા પોતા સગા સંબંધીઓના ઘરે તપાસ કરતા કોઈ જગ્યાએ તેમની ભાળ ના મળી.

અંતે ચાલીમાં પિતાની ઓરડીમાં તપાસ કરતા ઓરડીની બહાર તાળુ જોઈ તાળા તોડી ઓરડીમાં તપાસ કરતા નગ્ન હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. હાલ મનીષા શર્મા નામની મહીલા આરોપી કે જેણે પોતાના જ સસરાની હત્યાના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news