ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત
Gujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Trending Photos
IMD India Meteorological Department Alert : રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રવિવારે 212 તાલુકામાં મેઘાએ જમાવટ કરી હતી. તો 13 તાલુકામાં 4 ઈંચને પાર વરસાદ વરસ્યો છે. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોઁધાયો છે. તો સુરતના મહુવામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ નોઁધાયો. સુરતના બારડોલીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આમ, રાજ્યના છ તાલુકામાં છ ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. 21 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. 34 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ આવ્યો છે. રાજ્યના 63 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ આવ્યો. તો રાજ્યના 109 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા
આગાહીકાર અંબાલાલ પટેલની રાજ્યમાં વરસાદની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું કે, આજથી બે દિવસ ઉત્તર અરબસાગરમાં બનતું સાયકક્લોનિક અને દેશના મધ્ય ભાગમાં બનતા સાયકલોનિક સર્ક્યુલેશન અને એક પછી એક બનતા લો પ્રેસરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગરઅને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વીય ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. હિંમતનગર અને સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઇડરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આમ, 5 થી 12 જુલાઈમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે. 12 થી 14 જુલાઈમાં પશ્ચિમ ઘાટથી આવતો પવન પણ રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. આજે ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આવી શકે છે.
1 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત ,નવસારીમાં ભારે વરસાદની આગાહી
2 જુલાઇએ નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો. જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો.
શ્રવણ પંચકમાં વરસાદ થાય તો...
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે.
- 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા
- 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા
- 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
- 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા
NDRF તૈનાત કરાઈ
ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું. ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ ૭ ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા ૮ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ.ડી.આર.એફ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે