પાર્ટીને અલવિદા કરી કૈલાશ ગઢવીએ કહ્યું, પ્રશાંત કિશોર-નરેશ પટેલ જોડાય તો પણ કોંગ્રેસ નહિ જીતે

કોંગ્રેસના વધુ એક નેતાના નવા જૂની કરીને પાર્ટીને ચોંકાવી દીધા છે. કૈલાસ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. કૈલાશ ગઢવી પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પક્ષ છોડશે. ત્યારે તેમણે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, જૂના અને પક્ષ માટે કામ કરનારાઓને કોંગ્રેસ સાચવી નથી રહ્યું. કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને નવાજૂની કરવાના સંકેત આપ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૈલાશ ગઢવી આપમાં જોડાઈ શકે છે.

પાર્ટીને અલવિદા કરી કૈલાશ ગઢવીએ કહ્યું, પ્રશાંત કિશોર-નરેશ પટેલ જોડાય તો પણ કોંગ્રેસ નહિ જીતે

અતુલ તિવારી/ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસના વધુ એક નેતાના નવા જૂની કરીને પાર્ટીને ચોંકાવી દીધા છે. કૈલાસ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. કૈલાશ ગઢવી પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પક્ષ છોડશે. ત્યારે તેમણે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, જૂના અને પક્ષ માટે કામ કરનારાઓને કોંગ્રેસ સાચવી નથી રહ્યું. કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને નવાજૂની કરવાના સંકેત આપ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૈલાશ ગઢવી આપમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યુ છે. કૈલાસ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. કોંગ્રેસ પક્ષ તરફથી સતત અવગણના થતી હોવાથી તેમણે રાજીનામું આપ્યું. કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરતા કૈલાશ ગઢવીએ ઝી 24 કલાકને જણાવ્યુ કે, સરકાર બનાવવાની કટ્ટર સંકલ્પના અભાવે કોંગ્રેસ ગુજરાતમાં નિષ્ફળ ગઈ છે. નિષ્ફળતાથી સૌથી મોટું નુકસાન જમીની સ્તરના કાર્યકરોને થયું છે. હવે થાક બહુ થયો, ચાલો નવું કંઈ કરીએ. કોંગ્રેસ આ વખતે પણ સત્તામાં નહીં આવે. હંમેશા ચૂંટણી આવે એટલે કઈક એવું થાય છે જેનાથી કોંગ્રેસ સત્તામાં આવતી જ નથી. રાજ્યસભાના પ્રતિનિધિઓની વાત સાંભળી પક્ષમાં નિર્ણયો લેવાય છે, જનપ્રતિનિધિ કે જે જનતાના મતથી જીત્યા છે એમની પક્ષમાં વાત સાંભળવામાં નથી આવતી. આ વખતે કોંગ્રેસ ચૂંટણીમાં ત્રીજા નંબરે આવશે. પ્રશાંત કિશોર અથવા નરેશ પટેલ જોડાય તો પણ કોંગ્રેસને જીત નહીં મળે. પ્રશાંત કિશોર સ્ટ્રેટેજીસ્ટ છે, એમને કામ કરવા એક વર્ષનો સમય આપવો પડે, નરેશ પટેલ સામાજિક આગેવાન છે ,પણ હવે ચૂંટણીનો સમય નજીક છે જેના કારણે લાભ થવો મુશ્કેલ છે. 

કૈલાસ ગઢવીએ કહ્યું કે, 15 વર્ષથી રાજનીતિમાં છું, રાજનીતિમાં જ રહીશ. આગામી બે દિવસમાં ભવિષ્યની રણનીતિ અંગે જાહેરાત કરીશ. મારી સાથે પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પક્ષ છોડશે. જૂના અને પક્ષ માટે કામ કરનારાઓને કોંગ્રેસ સાચવી નથી રહ્યું. જે પક્ષ જનતા માટે આવાજ ઉઠાવશે એ પક્ષ સાથે જોડાઈશ, મારા સમર્થકો, રણનીતિકારો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશ. 

ઉલ્લેખનીય છે કે, સીએ કૈલાશ ગઢવી કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂક્યા છે. પ્રોફેશનલ કોંગ્રેસના વડા પણ રહી ચૂક્યા છે. કૈલાશ ગઢવી થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યા છે. ત્યારે તે આપમાં જોડાઈને નવાજૂની કરવાના એંધાણ છે. 

આ પણ વાંચો :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news