HTAT આચાર્ય બાદ જુનિયર ડોક્ટરની હડતાળ પણ મોકૂફ, સરકારનું હકારાત્મક વલણ

જુનિયર ડોકટરોની માગ અંગે રાજ્ય સરકારે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. રાજ્ય સરકારે આગામી 7 દિવસમાં વાતચીત કરી મુદાઓનો ઉકેલ લાવવાની આપી બાંહેધરી આપી હતી. જેના પગલે જુનિયર ડોક્ટર્સ દ્વારા હાલ પુરતી હડતાળ મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ જુનિયર તબીબો સાથે બેસીને નિરાકરણ લાવશે તે અંગે માહિતી આપી હતી. સરકારના હકારાત્મક વલણ બાદ આવતીકાલથી નહીં થાય કોઈપણ જાતની હડતાળ મુલતવી રાખવામાં આવી હતી. 
HTAT આચાર્ય બાદ જુનિયર ડોક્ટરની હડતાળ પણ મોકૂફ, સરકારનું હકારાત્મક વલણ

અમદાવાદ : જુનિયર ડોકટરોની માગ અંગે રાજ્ય સરકારે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. રાજ્ય સરકારે આગામી 7 દિવસમાં વાતચીત કરી મુદાઓનો ઉકેલ લાવવાની આપી બાંહેધરી આપી હતી. જેના પગલે જુનિયર ડોક્ટર્સ દ્વારા હાલ પુરતી હડતાળ મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ જુનિયર તબીબો સાથે બેસીને નિરાકરણ લાવશે તે અંગે માહિતી આપી હતી. સરકારના હકારાત્મક વલણ બાદ આવતીકાલથી નહીં થાય કોઈપણ જાતની હડતાળ મુલતવી રાખવામાં આવી હતી. 

ઇન્ટર્ન તબીબો બાદ હવે રાજ્ય સરકાર જુનિયર ડૉક્ટરોની માંગો ઉકેલશે. જુનિયર ડોક્ટરોએ પણ પોતાની કેટલીક માંગ સરકાર સામે મૂકી શનિવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. સરકાર તરફથી જુનિયર ડોકટરોને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. સોમવારથી હડતાળ પર ઉતરવાની અગાઉ જાહેરાત કરી ચૂકેલા જુનિયર તબીબોએ હાલ હડતાળ મોકૂફ રાખી છે. જુનિયર ડોકટર એસોસિયેશને પોતાની માગોના સંદર્ભમાં રાજ્ય સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. 

વર્ષ 2018,19 અને 20ની બેચના રેસિડેન્ટ અને જુનિયર ડૉક્ટરોએ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી ચુક્યા છે. જુનિયર ડોકટરોની માગ છે કે 1 વર્ષ બોન્ડ તથા સિનિયર રેસિડેન્ટશિપનો લાભ સાથે મળે તેવા પ્રકારની હતી. જે ડૉક્ટરોએ સ્નાતક, અનુસ્નાતક કે સુપરસ્પેશિયાલિસ્ટ ગુજરાત રાજ્યમાં બોન્ડેડ ઉમેદવાર તરીકે કર્યું હોય તેઓ પાસેથી ફક્ત છેલ્લા અભ્યાસક્રમના બોન્ડની સેવા જ લેવામાં આવશે. બોન્ડેડ ઉમેદવારોને તેમના વિષય મુજબ જ સ્પેશિયાલિસ્ટ ડૉકટર તરીકે ફરજનું સ્થળ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી. કોઈપણ સંજોગોમાં તેમને મેડિકલ ઓફિસર તરીકે ફરજ આપવામાં ના આવે તેવી માંગણી છે. સરકાર બોન્ડ વિષયક તથા PG રેસિડેન્ટ વિષયક નિર્ણયો લેતી વખતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોના સભ્યોને સાથે રાખે તેવું પણ જણાવ્યું હતું. 

HTAT શિક્ષક સંગઠન દ્વારા હડતાળ મોકુફ.
શિક્ષક સંઘના પ્રમુખના નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે તેઓ HTAT આચાર્યોને તેમના મુદાઓ જે સરકારે સ્વીકાર્યા તે અંગે સમજાવી શક્યા નથી. જો આજે પણ શિક્ષક સંઘના પ્રમુખ HTAT આચાર્યોના પ્રશ્નો અંગે સંતુષ્ટ નહીં કરી શકે તો મતભેદ વધાવાની શક્યતા હતી. HTAT આચાર્યો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વચ્ચે જોવા મળ્યા મતભેદ. ગાંધીનગર ખાતે રાજ્યભરના HTAT આચાર્ય આગેવાનો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વચ્ચે બેઠક શરૂ થઇ હતી. થોડા સમય અગાઉ પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે તમામ માગો અંગે સમાધાન થયું હતું તો હવે કઈ માગો અંગે આંદોલન થઈ રહ્યું છે એ મોટો સવાલ ઉઠ્યો હતો. થોડા સમય પહેલા જ જો સરકારે જુદી જુદી માગો સ્વીકારી હતી તો હવે HTAT આચાર્યોનો વિરોધ કેમ યથાવત રહ્યો જેને લઈ અસમંજસ યથાવત્ત છે. અગાઉ HTAT આચાર્યોના પ્રશ્નો અંગે પણ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારને કરાઈ હતી રજૂઆત. 

જો રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષક સંઘની તમામ માંગો સ્વીકારી અને ત્યારબાદ આંદોલન સમેટાયું હતું તો હવે HTAT આચાર્યો ક્યાં મુદ્દે કરી રહ્યા છે વિરોધ? આજની બેઠકમાં HTAT આચાર્યો શિક્ષક સંઘ પાસે પોતાની માગો અંગે સરકારે આપેલી બાંહેધરીઓ અંગે માંગશે જવાબ. HTAT આચાર્યો છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા જિલ્લાઓમાં પગારની વિસંગતતા, કેડર અંગેની સ્પષ્ટતા, બઢતી, હાયર ગ્રેડ પે તેમજ બદલીઓ અને વધઘટના પ્રશ્નો અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આખરે શિક્ષક જેવા સમજુ ગણાતા વર્ગે આખરે હડતાળ મોકુફ રાખી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news