Junagadh: આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ
ભજન, ભોજન અને ભક્તિનો મહાસંગમ સમાન મહા શિવરાત્રીનો મેળો જૂનાગઢના ભવનાથમા આજથી શરૂ થયો. જે આગામી 8 માર્ચ એટલે કે મહા શિવરાત્રીની મધ્ય રાત્રી સુધી ચાલશે.
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢના ભવનાથમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાની શરૂઆત થઇ હતી.
ભજન, ભોજન અને ભક્તિનો મહાસંગમ સમાન મહા શિવરાત્રીનો મેળો જૂનાગઢના ભવનાથમા આજથી શરૂ થયો. જે આગામી 8 માર્ચ એટલે કે મહા શિવરાત્રીની મધ્ય રાત્રી સુધી ચાલશે. મેળાના પ્રથમ દિવસે ભવનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ શિશ ઝુકાવ્યું હતું. શિવ રાત્રીના મેળાને લઈને શિવ ભક્તોમાં અનેરો ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.
મેળાનું ખાસ આકર્ષણ હોય છે નાગા સાધુઓ..જે ધૂણી ધખાવી ભવનાથમા શિવ ભક્તોને દર્શન આપતા હોય છે. અહીં નાગા સાધુના અવનવા રંગો પણ જોવા મળ્યા હતા. કોઈ ગોગલ્સમા તો કોઈ ગુલ્ફીના લુફત ઉઠાવતા નાગા સાધુ જોવા મળ્યા હતા..બીજી તરફ મુકતા નંદ બાપુએ પણ મેળાના મહત્વ અંગે પોતાના શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.
આ વર્ષે મહા શિવ રાત્રીનો મેળો 5 માર્ચ થી 8 માર્ચ સુધી યોજાશે.. જેમાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે