જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી : મતદાન કરવા પહોંચેલા NCP નેતા રેશ્મા પટેલનો વિરોધ કરાયો
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓમાં પણ આજે પેટાચૂંટણી છે. જેમાં ગાંધીનગર મનપાની એક બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. પાંચ જિલ્લા પંચાયતોની પાંચ બેઠક પર પેટાચૂંટણી શરૂ થઈ છે. જેમાં મતદારો પણ સવારથી મત આપવા પહોંચી ગયા છે.
Trending Photos
અમદાવાદ :જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓમાં પણ આજે પેટાચૂંટણી છે. જેમાં ગાંધીનગર મનપાની એક બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. પાંચ જિલ્લા પંચાયતોની પાંચ બેઠક પર પેટાચૂંટણી શરૂ થઈ છે. જેમાં મતદારો પણ સવારથી મત આપવા પહોંચી ગયા છે. જિલ્લા પંચાયતની બેઠકો પર 11 ઉમેદવાર મેદાનમાં છે. 14 તાલુકા પંચાયતની 43 બેઠક પર પેટાચૂંટણી શરૂ થઈ રહી છે. તાલુકા પંચાયતની બેઠકો પર 93 ઉમેદવાર મેદાનમાં છે. પોણા છ લાખથી વધુ મતદાર આજે મતાધિકારનો ઉપયોગ કરશે.
જૂનાગઢમાં મતદાન શરૂ
જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 14 વોર્ડ અને 56 બેઠક માટે આજે મતદાન શરૂ થયું છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે તમામ તૈયારીઓ કરી લીધી છે. સવારે આઠ વાગ્યેથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલનાર મતદાન માટે શહેરમાં કુલ 277 મતદાન બૂથો પર કુલ 2.38 લાખ મતદારો નોંધાયેલા છે, 1306 પોલીંગ સ્ટાફ અને પાંચ એસઆરપી કંપની સહિત 1800 પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 60 બેઠક માટે કુલ 159 ઉમેદવારોના ભાવી આજે ઈવીએમમાં કેદ થઈ જશે, જેની મતગણતરી 23 મી જુલાઇએ કૃષિ યુનિવર્સીટી ખાતે રાખવામાં આવી છે. સૌથી વધુ ભાજપના 56, કોંગ્રેસના 52, એનસીપીના 25, સીપીઆઈએમના એક અને 25 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
મતદાન કરવા આવેલ NCP નેતા રેશ્મા પટેલનો વિરોધ
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે એનસીપી નેતા રેશમા પટેલ પહોંચ્યા હતા. જ્યાં મતદાન મથક બહાર લોકો દ્વારા વિરોધ કરાયો હતો. જેના બાદ વિરોધ કરવા આવેલ લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી.
મોંઘાદાટ વિદેશી કૂતરાની ચોરી કરતા બે અમદાવાદી પકડાયા
ક્યાં ક્યાં પેટાચૂંટણી
- ગાંધીનગર મનપાના વોર્ડ 3માં પેટાચૂંટણી મતદાનની ધીમી શરૂઆત થઈ છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 4 ઉમેદવારો મેદાનમાં છે.
- મહીસાગરમાં કડાણા તાલુકા પંચાયતની બે બેઠકો માટે આજે પેટાચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. સરસવા ઉત્તર અને ભાગલીયા બેઠકો પર ભાજપના સભ્યો સસ્પેન્ડ થતા ખાલી પડી હતી. ભાજપના સભ્યોએ તાલુકા પ્રમુખ ચૂંટણી ગેરહાજર રહી કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. આજે ગાંધીનગરમાં 8 બૂથો પર 9000 મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું છે.
- અરવલ્લીમાં ધનસુરા અને ભિલોડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ધનસુરણી એકમાત્ર નિર્ણાયક બેઠક માટે તથા ભિલોડાની ખેરાડી બેઠક માટે પણ મતદાન શરૂ થયું છે. અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે
- સીધો જંગ છે.
- નવસારી જિલ્લા પંચાયત પંચાયતની ખાલી પડેલી ખેરગામ બેઠકની આજે પેટા ચૂટણી યોજાઈ રહી છે. જેમાં વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે. ત્યારે આ બેઠક પર 27 હજારથી વધુ મતદારો પોતાના
- મતાધિકારનો ઉપયોગ કરશે. આ બેઠક અગાઉ કોગ્રેસ પાસે હતી જે ભાજપ આંચકી લેવા માટે પ્રયાસ કરી રહી છે. તો કોંગ્રેસ પણ પોતાની આ બેઠક જાળવી રાખવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહી છે.
- ખેડા જિલ્લા પંચાયતની પીપળાતા બેઠક માટે આજે પેટાચૂંટણી માટે સવારે આઠ વાગ્યાથી જુદા જુદા મુદ્દાઓ પર મતદાન શરૂ થયું છે. વહેલી સવારે મતદાન મથકો પર મતદારોનો ઓછો ઘસારો જોવા મળ્યું. આજે 26,500 મતદારો
- ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. 31 મતદાન મથકો પર સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ગત ચૂંટણીમાં હજી પહેલા કોંગ્રેસી ઉમેદવારને ત્રણ સંતાનો હોવા બાબતે હાઇકોર્ટમાં કેસ ચાલી જતા ઉપરથી દૂર કરાયા હતા.
- જામનગર જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયતની (ચેલા) અનામત બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. કોંગ્રેસના ઉમેદવાર અમિત પરમાર અને ભાજપના ઉમેદવાર રમેશ સિંચ વચ્ચે ચૂંટણી જંગ છે. ચેલા બેઠક પર કોંગ્રેસના જિ.પં. સદસ્યનું અવસાન થતાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. હાલ જામનગર જિલ્લા પંચાયતમા કોંગ્રેસનું શાસન છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે