ગાંધીનગર : વિધાનસભા પરિસરમાં જિગ્નેશ મેવાણીએ સળગાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બિન સચિવાલય પરીક્ષા (Binsachivalay Exam) રદ્દ કરવાની માગ સાથે વિધાનસભાની બહાર બેસી વિરોધ કર્યો છે. તો સાથે આવતીકાલે વિધાનસભા સત્રમાં રજૂ થનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેનું વિધેયક વિધાનસભા (Gujarat Vidhansabha) પરિસરમાં સળગાવ્યું છે. જિગ્નેશ મેવાણી (Jignesh Mevani) એ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ના વિધેયકની નકલને સળગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા સંકુલમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા જિગ્નેશ મેવાણી અને તેના સમર્થકોને પોલીસે ડિટેઈન કર્યા હતા.
આદિવાસીઓની છાતી પર ચીરો મૂકીને બિલ પસાર કરાશે
જિગ્નેશ મેવાણીએ બિલની કોપી સળગાવતા કહ્યું કે, સ્ટેચ્યુ આદિવાસીઓના મંજૂરી વગર બનાવવામાં આવ્યું છે. આવતીકાલે જે બિલ પસાર થવાનું છે તે આદિવાસીઓની છાતી પર ઉભો ચીરો મૂકીને આ બિલ પસાર થવાનું છે. હાલ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પણ વિધાનસભાની અંદર હોત તો વિધેયકને ફાડી નાખ્યું હોત. પણ અત્યારે તેને સળગાવું છું.
બિલ સળગાવતી વખતે જીગ્નેશે કહ્યું કે, આ બિલને સળગાવીને હું મારો વિરોધ પ્રદર્શિત કરું છું. ગુજરાતના અનુસુચિત જાતિ અને જનજાતિના દલિત- આદિવાસી ધારાસભ્યોને અપીલ કરું છું કે અનુસુચિત જનજાતિના 27 અને દલિત સમાજના 13 ધારાસભ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરે, પોતાનો રોષ પ્રગટ કરે. કોઇપણ સંજોગોમાં આ બિલ રોકાવું જોઇએ. ગુજરાતમાં આદિવાસી સમાજને તેમના બંધારણીય અધિકારો મળતા નથી અને બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યું છે એટલા માટે બિલની કોપી સળગાવું છું.
દીપડાને પકડવામાં વનવિભાગને કેમ ધાર્યું પરિણામ મળતું નથી? એક નહિ, અનેક કારણો છે....
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અપક્ષનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી વડગામ વિધાનસભા વિસ્તારમાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો છે. ગુજરાત સરકાર દ્વારા 3 દિવસીય ટુંકા સત્રમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહેલી રજુઆત દરમિયાન અયોગ્ય વર્તન કરવાનાં કારણે મુખ્યમંત્રી ઉપરાંત તમામ નેતાઓએ તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જેના અનુસંધાને સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી જીગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે