મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર, ઓરેવાના માલિક જયસુખ પટેલે ખેલ્યો મોટો દાવ!

મોરબી ઝૂલતા પુલ દુર્ધટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ચારેબાજુ આ ઘટનાના પડઘા પડ્યા બાદ ઓરેવાનાં માલિક જયસુખ પટેલનું નામ એફઆઈઆરમાં નામ એડ થયું છે. દુર્ઘટના બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર, ઓરેવાના માલિક જયસુખ પટેલે ખેલ્યો મોટો દાવ!

MorbI Bridge Collapse Update: મોરબી ઝૂલતા પુલ દુર્ધટના એક મોટા સમાચાર છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આગોતરા જામીન માટે મોરબીની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (પટેલ)એ આગોતરા જામીન માટે અરજી કરી પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. આવતીકાલે જયસુખ પટેલેની આગોતરા જામીનની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે.  

મહત્વનું છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ધટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ચારેબાજુ આ ઘટનાના પડઘા પડ્યા બાદ ઓરેવાનાં માલિક જયસુખ પટેલનું નામ એફઆઈઆરમાં નામ એડ થયું છે. દુર્ઘટના બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ઓરેવાનાં મેનેજર સહિત 9 લોકોના નામ હતા. હવે જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યા 10 આરોપીઓ થયા છે.

ઝૂલતા પુલનો શું છે ઇતિહાસ?
ઝૂલતા પુલના ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઈ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.

જાણો શું બની હતી ઘટના?
30મી ઓક્ટોબર, 2022ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 47 તો માત્ર બાળકો હતા!
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news