ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ શરૂ....
ઈતિહાસમાં પહેલીવાર આપણે જોઈ રહ્યા છીએ કે આજનો પવિત્ર દિવસ પૃથ્વીના પાલનહારનું સૌથી મોટું મહાપર્વ છે અને છતાંય ભગવાનનાં મંદિરો બંધ છે. ત્યારે ગુજરાતીઓ ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યાં છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ZEE 24 કલાક તરફથી આપ સૌ દર્શકોને જય શ્રી કૃષ્ણ. આજે સમગ્ર ગુજરાતમાં, દેશમાં અને દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ અને ભારતીયો વસે છે ત્યાં જન્માષ્ટમી (Janmastami) નું મહાપર્વ ઉજવાશે. દ્વારિકાધીશ, શામળાજી, ડાકોર, ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનાં મંદિરોમાં કાનુડાનો મહિમા ગવાઈ રહ્યો છે. કોરોના કાળમાં મંદિરોમાં દર્શન બંધ હોવાથી ઝી 24 કલાક ચેનલ આપ સૌ દર્શકોને ઘરે બેઠાં ભગવાનનાં દર્શન કરાવશે. શ્રાવણ મહિનાની આઠમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. શ્રાવણ મહિનાની આઠમ પર મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જન્માષ્ટમી, ગોકુળ આઠમ અને કૃષ્ણજયંતીથી જાણીતો બધાનો માનીતો આ તહેવાર આ વખતે કોરોના હોવાથી સૌ કોઈ ઘરે રહીને ઉજવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે, આ વખતે સપ્તમિ યુતિ હોવાથી પરમ ઐશ્વર્યશાળી યોગમાં ઘણાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી છે. આજના આ શુભ મહાપર્વ પર સૌ કોઈ ઉપવાસ કરે છે. ભગવાનની પૂજા-અર્ચના કરે છે અને ભગવાનના આગમનને વધાવે છે. પરંતુ આ વખતે કોરોના કાળ હોવાથી અમે આપને ઘરે બેઠાં કરાવીશું તમામે તમામ જાણીતાં મંદિરોનાં દર્શન.
રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા
જુઓ Live દર્શન....
ઈતિહાસમાં પહેલીવાર આપણે જોઈ રહ્યા છીએ કે આજનો પવિત્ર દિવસ પૃથ્વીના પાલનહારનું સૌથી મોટું મહાપર્વ છે અને છતાંય ભગવાનનાં મંદિરો બંધ છે. કોરોનાસૂર નામનો અદ્રશ્ય રાક્ષસ વાયરસ રૂપે સમગ્ર વિશ્વને રંજાડી રહ્યો છે ત્યારે સૌ ભક્તોની ભગવાન સમક્ષ પ્રાર્થના છે કે હે ભગવાન આ કોરોના કાળમાંથી મુક્તિ અપાવો અને વાયરસ રૂપી અદ્રશ્ય રાક્ષસ એવા કોરોનાસૂરનો નાશ કરો. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર અધર્મ વધી જશે ત્યારે હું જન્મ લઈશ. તો સૌ ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે કે વાયરસરૂપી કોરોનાસૂરનો ત્રાસ વધી ગયો છે અને તેને નાથવાની કોઈ દવા નથી મળી રહી ત્યારે હે ભગવાન આજે આપ પૃથ્વી પર આવો અને કોરોનાસૂરનો વધ કરો.
રશિયાની કોરોના રસી બન્યાના 24 કલાકમાં જ ઉઠ્યા સવાલો
જગત મંદિર આજે બંધ
ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ દ્વારકાનું જગતમંદિર બંધ રહેવાનું છે. લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે આ નિર્ણય લેવાયો છે. શ્રદ્વાળુઓને કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શનનો લાભ મળશે. સ્થાનિકોને પણ મંદિરમાં પ્રવેશ નહિ અપાય. પૂજારી પરિવાર અને અધિકારીઓની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ થશે. તમામ શ્રધ્ધાળુઓને ઘરે બેસીને ભગવાનના દર્શન કરવાની અપીલ મંદિરના પૂજારી દ્વારા કરાઈ છે. કોરોના મહામારીની નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના સાથે આજે દ્વારકામાં ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી કરાઈ
અમદાવાદમાં આવેલું ઇસ્કોન મંદિર જન્માષ્ટમી અને નોમના દિવસે બંધ રહેશે. ત્યારે સોશિયલ તેમજ ટીવી મીડિયાના માધ્યમથી દર્શન, આરતી અને ભગવાનનો મહાઅભિષેક નિહાળવા ભક્તોને વિનંતી કરાઈ છે. ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના દિવસે સવારે 4.30 કલાકે મંગળા આરતી કરાઈ હતી. તો સવારે 7.30 કલાકથી ભગવાનના નવા વસ્ત્રો સાથે શ્રૃંગા્ર દર્શન સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી શકાય છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી હરે કૃષ્ણ મહામંત્રની ધૂન મંદિરમાં કરાશે. કોરોના સંક્રમણને કારણે દરવર્ષની જેમ થતા સ્ટેજ શો, તેમજ ભક્તો માટે કરાતું પ્રસાદ વિતરણ આ વર્ષે નહિ કરવામાં આવે. સૌ ભક્તોને જન્માષ્ટમીની ઉજવણી ઘરેથી જ કરવા અને નિહાળવા અપીલ મંદિર દ્વારા કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે