જનતા કર્ફ્યુને આજે એક વર્ષ થયું પૂર્ણ, કોરોના બીજી લહેર શરૂ, જાણો શું છે સ્થિતિ

ગુજરાતમાં 19 માર્ચે રાજકોટમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ગુજરાત (Gujarat) માં ભયનો માહોલ સર્જાયો હતો. લોકડાઉનમાં જનતા બેદરકારીના લીધે સતત ગુજરાતમાં કેસોમાં વધારો થયો હતો. આજે એક વર્ષ પણ આપણે ત્યાંના ત્યાં જ છીએ. 

જનતા કર્ફ્યુને આજે એક વર્ષ થયું પૂર્ણ, કોરોના બીજી લહેર શરૂ, જાણો શું છે સ્થિતિ

આશ્કા જાની, અમદાવાદ: અત્યારે સમગ્ર વિશ્વ કોરોના (Coronavirus) ની મહામારી સામે લડી રહ્યું છે. ભારત ફરી એકવાર કોરોના (Covid 19) નું સંક્રમણ વધવા લાગ્યું છે. ભારત (India) માં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. આજથી એક વર્ષ પહેલાં એટલે કે 22 માર્ચ 2020 ના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યુ (Janata Curfew) લગાવવામાં આવ્યો હતો. જનતા કર્ફ્યુ (Janata Curfew) વખતે જનતા પુરૂ સમર્થન મળ્યું હતું. લોકોએ વેલણ થાળી વગાડ્યા હતા અને ચોતરફ એક પોઝિટિવ એનર્જીનો સંચાર થયો હતો. અને ત્યારબાદ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. 

જનતા કર્ફ્યુ (Janata Curfew) ના દિવસે બજારો સુમસામ બની ગયા છે. લોકો ઘરમાં પુરાઇ ગયા હતા. લોકોને કોરોનાનો ભય સતાવી રહ્યો છે. ગુજરાતમાં 19 માર્ચે રાજકોટમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ગુજરાત (Gujarat) માં ભયનો માહોલ સર્જાયો હતો. લોકડાઉનમાં જનતા બેદરકારીના લીધે સતત ગુજરાતમાં કેસોમાં વધારો થયો હતો. આજે એક વર્ષ પણ આપણે ત્યાંના ત્યાં જ છીએ. 

કોરોનાની બીજી લહેર (Second Wave) શરૂ થઇ ગઇ ત્યારે લોકો હજુ પણ માસ્ક વિના બિંદાસ ફરે છે. બજારમાં ભીડ જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું નથી. આ જ રીતે લોકોમાં સ્વયં શિસ્ત નહીં આવે અને કોરોનાની ગાઈડલાઈન ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો જાગૃતિ નહી આવે તો કોરોના કેસમાં વધારો થશે અને પરિસ્થિતિ હજુ પણ બગડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજી લહેરની શરૂઆત થતાં જ ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. પરીક્ષાઓ પણ ઓનલાઇન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને નર્મદ યુનિવર્સિટીએ પોતાની પરીક્ષાઓ મોકૂફ કરી છે. જ્યારે શનિ-રવિ મોલ અને સિનેમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

શું છે અત્યારે સ્થિતિ
આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1580 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 989 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112 અને રાજકોટ કોર્પોરેશનમાં 109 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1  અને વડોદરામાં 1 એમ કુલ 7 વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,87,009 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,75,238 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news