જામનગર: જપ્ત કરેલી ગાડી પરિવારને વાપરવા આપી દીધી, ડ્રાઇવર અને PSI બંન્ને સસ્પેન્ડ

પોલીસ ખાતામાં નોકરી હોય એટલે જાણે ગમે તે કરવાની પરવાનગી મળી જતી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો જામનગરમાંથી બહાર આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કાલાવડ પોલીસ સ્ટેશનાં પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંદિપ રાદડિયાના પત્ની પ્રોહિબિશનના ગુનામાં મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવેલી ગાડીમાં ટહેલવા નિકળ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આટલું ઓછું હોય તેમ મેડમ પોતે જો પાછલી સીટ પર બેઠા છે આગળ પોલીસનો ડ્રાઇવર (પીએસઆઇનો રાઇટર) ગાડી ચલાવી રહ્યો છે. 
જામનગર: જપ્ત કરેલી ગાડી પરિવારને વાપરવા આપી દીધી, ડ્રાઇવર અને PSI બંન્ને સસ્પેન્ડ

રાજકોટ : પોલીસ ખાતામાં નોકરી હોય એટલે જાણે ગમે તે કરવાની પરવાનગી મળી જતી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો જામનગરમાંથી બહાર આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કાલાવડ પોલીસ સ્ટેશનાં પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંદિપ રાદડિયાના પત્ની પ્રોહિબિશનના ગુનામાં મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવેલી ગાડીમાં ટહેલવા નિકળ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આટલું ઓછું હોય તેમ મેડમ પોતે જો પાછલી સીટ પર બેઠા છે આગળ પોલીસનો ડ્રાઇવર (પીએસઆઇનો રાઇટર) ગાડી ચલાવી રહ્યો છે. 

મેડમનો રોફ અને ઠસ્સો જોઇને તેઓ કોઇ ઉચ્ચ અધિકારીને પણ ઝાંખા પાડે તેવું લાગી રહ્યું છે. સમગ્ર મુદ્દે પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જેમાં મુદ્દામાલ તરીકે ગાડી નંબર GJ 03 LG 8413 નંબરની Maruti Suzuki Ertiga ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનાના આરોપીઓને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જો કે હાજરી પુરાવા માટે ગયેલો આરોપીને પોલીસ સ્ટેશનમાં પોતાની ગાડી દેખાઇ નહોતી. જેથી તેણે ગાડી અન્ય કોઇ રીતે ઉપયોગમાં લેવાતી હોવાનું શંકા ગઇ હતી. ત્યાર બાદ તેણે ગાડી માટે પોલીસ સ્ટેશનમાં પુછતા તેને ઉડાઉ જવાબો મળ્યા હતા. 

આ અંગે વાયરલ થઇ રહેલા વીડિયોમાં જ્યારે ગાડી અટકાવીને મહિલાને પુછવામાં આવે છે તો પોતે પીએસઆઇના પત્ની હોવાનું જણાવે છે. આ ગાડી કોણે આપી તેમ પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, આ ગાડી તેમના પતિએ તેમને આપી છે. આ ગાડી જપ્ત કરવામાં આવી છે તે અંગે તેમને કોઇ જ માહિતી નથી. આ અંગે ગાડીના ડ્રાઇવર જીઆરડી જવાનને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, કાલવડ ગ્રામ્યના પીએસઆઇના કહેવાથી તેઓ આ ગાડીને મુકવા જઇ રહ્યા છે. 

જેથી ગાડીના માલિકે પોતાની ગાડીની શોધખોળ કરતા ગાડી કાલાવાડ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સંદીપ રાદડિયા વાપરતા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મુદ્દે રાજકોટના રેન્જ વડા સંદીપ સિંઘ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, વાયરલ વીડિયો મારા ધ્યાને પણ આવ્યો છે. જામનગરનાં એસ.પીને દોષીતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવાયા છે. જવાબદારોને કોઇ પ્રકારે છોડવામાં આવશે નહી. હાલ તો પ્રાથમિક તબક્કે ડ્રાઇવર તરીકે ઝડપાયેલો GRD જવાન અને પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news