જામનગરમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ, રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કરાયું કાર્યરત

કૃષિ મંત્રી આરસી ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ જામનગરના વિવિધ વોર્ડમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

જામનગરમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ, રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કરાયું કાર્યરત

 

મુસ્તાક દલ, જામનગરઃ દેશ અને દુનિયાભરમાં છેલ્લાં બે વર્ષથી જીવલેણ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. એમાંય કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોનાને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો. એટલું જ નહીં રાજ્યના જામનગર જિલ્લામાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો. આ સ્થિતિની વચ્ચે કેન્દ્ર સરકારે આજથી સમગ્ર દેશમાં રસીકરણના અભિયાનને વધુ વેગવંતું બનાવવાની અપીલ કરી છે. ગુજરાત સરકારના મંત્રી અને સંત્રીઓ પણ આ અભિયાનને સફળ બનાવવા માટે કામે લાગ્યાં છે.

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર દેશમાં કોરોના વેકસિનેશન અભિયાનને વધુ સઘન બનાવવા દરેક નાગરિકને નિ:શુલ્ક રસી આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ આજરોજ રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને જામનગર ખાતેથી વોર્ડ નં.૩માં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૧૫માં કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ દ્વારા મહા વેકિસનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે જ જામનગર શહેર ખાતે વિવિધ વોર્ડમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર, ડેપ્યુટી મેયર તથા અન્ય પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીના નિર્ધારને પરિપૂર્ણ કરવા વિવિધ વોર્ડમાં આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

કોરોના સામે લડવા વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે. સમગ્ર દેશમાં હાલ ગુજરાત રાજ્ય વેક્સિનેશન અભિયાનમાં અગ્રીમ રહી ૨ કરોડ ૨૦ લાખ નાગરિકોને વેક્સિન આપવામાં સફળ રહ્યું છે, જ્યારે જામનગર જિલ્લો તો રસીકરણમાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રીમ રહ્યો છે, તો જામનગરનો એક પણ નાગરિક વેકસિન વિના ન રહે તે માટે આજથી આ મહાઅભિયાનનો શુભારંભ થયો છે. આ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ થકી પણ કામગીરી કરાઈ રહી છે.

આવતીકાલની સલામતી માટે રસી લઇ સ્વયંને અને સમાજને સુરક્ષિત બનાવવા તેમજ ભય વગર રસી લેવા મંત્રીઓ દ્વારા જનતા જનાર્દનને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર કેશુભાઈ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, દિવ્યેશભાઈ અકબરી, હર્ષાબા જાડેજા, જયંતીભાઈ ગોહિલ, શોભનાબેન પઠાણ, મહામંત્રીઓ મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઈ સોરઠીયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ઢોલરીયા, જામનગર મહાનગરપાલિકાના એમ.ઓ.એચ ઋજુતાબેન જોશી અને વેક્સીનેશન સેન્ટરોના ડો. અભિષેક કનખરા તથા ડો. કુનાલ સોલંકી વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ અને બહોળી સંખ્યામાં રસી લેવા માટે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news