જામનગર માટે ખુલ્યાં વિકાસના દ્વાર, રૂ. 829 લાખના વિવિધ 369 વિકાસકામોને મળી મંજૂરી

જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી.

જામનગર માટે ખુલ્યાં વિકાસના દ્વાર, રૂ. 829 લાખના વિવિધ 369 વિકાસકામોને મળી મંજૂરી

મુસ્તાક દલ, જામનગર: જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં મંત્રી સૌરભભાઇ પટેલ અને જામનગર જિલ્લા કલેકટર ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ કલેકટર કચેરીના સભાખંડ ખાતેથી મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોથી તાલુકા અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા.

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જામનગર પ્રભારી મંત્રીએ જિલ્લામાં તેમજ તાલુકાઓમાં, ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજો વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવેલ અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

જામનગરના પ્રભારી મંત્રી તરીકે સૌરભ પટેલ દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી ૧૫% વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ.૭૨૮.૦૩ લાખના ૩૨૧ કામો, અનુ.જાતિ જોગવાઇનાં રૂ. ૮૧ લાખના ૪૯ કામો તથા ૫% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.૨૦ લાખના ૮ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.૮૨૯.૦૩ લાખનાં કુલ ૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. જામનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, આયોજન અધિકારીઓતેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news