જામનગર: સતત વરસાદથી નદી-નાળાઓ અને ડેમ છલકાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ
જામનગરમાં અત્ર મેઘમહેરને લઇને ઠેર-ઠેર નદી નાળા અને ડેમ છલકાયા છે. ત્યારે જ્યાં જુવો ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં નદીના ઝરણા વહેતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને કુદરતની મહેર થતાં ઠેર-ઠેર જોવા મળતાં ઝરણાના અદભૂત નજારાને માણવા શહેરીજનો આજે રવિવારની રજા હોવાથી જુદા જુદા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં અત્ર મેઘમહેરને લઇને ઠેર-ઠેર નદી નાળા અને ડેમ છલકાયા છે. ત્યારે જ્યાં જુવો ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં નદીના ઝરણા વહેતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને કુદરતની મહેર થતાં ઠેર-ઠેર જોવા મળતાં ઝરણાના અદભૂત નજારાને માણવા શહેરીજનો આજે રવિવારની રજા હોવાથી જુદા જુદા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. આ કુદરતી રમણીય નજારાની મોજ માણવા અને પરિવાર સાથે ઝરણામાં નહાવાનો આનંદ માણવા નાના બાળકોથી માંડી યુવાનો અને યુવતીઓ પણ ઠેર ઠેર નદીના ઝરણાઓની મુલાકાત લઇ રહ્યા છે.
સેલ્ફી પાડી કેમેરામાં દ્રશ્યો પણ કેદ કરી રહ્યા છે. એક રીતે કહેવામાં આવે તો જે વરસાદને બોલાવવા માટે જામનગરમાં દુવા પ્રાર્થના કરવામાં આવી રહી હતી. હવે જ્યારે કુદરતે મહેર કરી છે. ત્યારે ઠેર-ઠેર વહેતા નદીના ઝરણાઓને લઈ જામનગર સહિત હાલાર પંથકમાં રમણીય નજારો જોવા મળી રહ્યા છે. અને શહેરીજનો પણ આ કુદરતી સૌંદર્યની મોજ માણી રહ્યા છે.
સૌરાષ્ટ્રના ‘મોતના ધોધ’થી જાણીતા જમજીરના ધોધે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
જામનગરમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે પરંતુ ગઇકાલના ભારે વરસાદને લઇને શહેર અને હાઇવેના માર્ગોને પણ ભારે નુકસાન જોવા મળ્યું છે. ખાસ કરીને લાલપુર પંથકમાં આવેલા માર્ગો પર ભારે વરસાદને કારણે ધોરી માર્ગોને નુકસાન થયું છે. જેને લઈને એક એક ફૂટ ઉંડા ખાતા સતત ધમધમતા હાઇવે પર જોવા મળી રહ્યા છે.
આ ખાડાને લઈને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ઘણીવખત અકસ્માત સર્જાવાનો ભય છે તો હાઇવે પર ખાડામાંથી ગાડી કઈ રીતે પસાર કરવી તે પણ એક સમસ્યા ઉદભવી રહી છે. જયારે ઘણી વખત અકસ્માત સર્જાવાના પણ ભય સતાવી રહ્યા છે ત્યારે વાહનચાલકો સહિત આસપાસના લોકો પણ તંત્ર દ્વારા હાઇવે સહિતના રોડની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
રાજકોટમાં છેલ્લા 6 દિવસથી મેઘ મહેર, ડોંડી નદીમાં એક યુવાન ડૂબ્યો
એક સમયે જામનગરમાં વરસાદ નહીં વરસે તેવી નિરાશાને લઈને ખેડુતો સહિત સૌ કોઈ લોકો હિંમત હારી ચૂક્યા હતા. અને મેઘરાજા વરસે તેના માટે દુઆ પ્રાર્થના કરવામાં આવી રહી હતી. પરંતુ થોડા દિવસોમાં જ મેઘરાજા જામનગર સહિત હાલાર પંથકમાં મહેરબાન થતાં ખાસ કરીને કહેવાતા જગતના તાતને હવે ચિંતા દૂર થઇ છે અને એક સમયે જ્યારે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવા સેવવામાં આવી રહી હતી તે હવે સારા વરસાદને લઇને દૂર થઇ છે.
જામનગરમાં ભારે વરસાદ, મોડી રાત્રે સસોઈ ડેમ છલકાતા લોકો હરખાયા
હાલના છેલ્લા ત્રણ દિવસથી સતત વરસેલા વરસાદને લઇને ખેતીના પાકને જીવતદાન મળ્યું છે. ખાસ કરીને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મગફળીના પાક વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. ત્યારે તાજેતરમાં વરસેલો વરસાદ મગફળીના પાક માટે કાચા સોના રૂપી સાબિત થયો છે. અને ખેડૂતોને પણ હવે પોતાના પાક નિષ્ફળ જવાની ચિંતા દૂર થઇ છે ત્યારે એકંદરે સારો પાકા આ વર્ષે ખેડૂતોને મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે