સેવકો સાથે ભજન કરતા સમયે જલારામ બાપા વૈકુંઠવાસ થયા હતા, આજે બાપાનો 141 મો નિર્વાણ દિવસ
Trending Photos
- આજે જલારામ બાપાની 141મી પુણ્યતિથિ પર વંદન
- રાજકોટના વીરપુરમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાનાં દર્શને ઉમટ્યા
નરેશ ભાલિયા/વીરપુર :દેને કો ટુકડા ભલા,લેને કો હરિ નામ" સૂત્રને જીવન મંત્ર બનાવનાર યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાનો આજે 141 મો નિર્વાણ દિવસ છે. ત્યારે રાજકોટના વીરપુરમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાનાં દર્શને ઉમટ્યા છે.
સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે. અહીં દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ ભુખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે. જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત ૧૯૩૭ મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દસમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે.
આજે મહા વદ દશમીને 26 ફેબ્રુઆરીને શનિવાર હોવાથી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણ પણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે. પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે. તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવશે.
આ પણ વાંચો : યુક્રેનથી Live : ગુજરાતી વિદ્યાર્થીનીએ વીડિયોથી બતાવ્યા યુક્રેનની તબાહીના દ્રશ્યો, રશિયાએ ફૂંકેલુ બંકર બતાવ્યું
વીરપુરનું નામ આવે એટલે તરત જ જલારામ બાપાનું નામ યાદ આવે. સંત શિરોમણી જલારામ બાપા (Jalaram Bapa) ના વીરપુરનો ઈતિહાસ, સંત જલ્રરામ બાપા અને અહીં ચાલતા આવરિત અન્ન ક્ષેત્ર બાપા જેટાલ જ પ્રખ્યાત છે. રાજકોટથી 50 કિમીના અંતરે આવેલ વીરપુર (Virpur) સંત શિરોમણી જલારામ બાપાના નામથી ઓળખાય છે. આમ તો વીરપુર એ એક પ્રાચીન નગરી છે, કાળ સમયે તે કૌભાંડની નગરીથી ઓળખાતું હતું અને નામ મુજબ જ તેના ગુણ હતા, આ નગરીમાં ત્યારે ખુબ જ પ્રભાવશાળી એવા સંત વીરપરાનાથનું આગમન થયું અને ધીમે ધીમે નગરીમાં ધર્મ અને ભક્તિનો પ્રભાવ વધવા લાગ્યો. લોકો પ્રભુમય અને સતગુણી બનવા લાગ્યા. અહીં આવેલા સંત વિપરાનાથના નામ ઉપરથી અને તેમના ગુણના પ્રભાવથી તે કૌભાંડ નગરીમાંથી વીરપુર બન્યું.
કૌભાંડ નગરીમાંથી વીરપુર બનેલા આ નાના નગર પર હવે ભક્તિ અને સંતોની કૃપા અવરિત વરસવા લાગી હતી. આવામાં અહીં પ્રેમ કૃપાળુ સંત શ્રી ભોજલરામ બાપાએ પધરામણી કરી. સંવત 1856 માં કારતક સુદ 7 ના રોજ વીરપુરના શ્રેષ્ઠી શ્રી પ્રધાન ઠક્કર અને રાજબાઇ માંની કૂખે જલારામ બાપાનો જન્મ થયો. નાનપણથી જ બાળક જલારામનું મન કામ ધંધામાં લાગતું ન હતું. તેઓ સદાય પ્રભુ ભજન અને લોકોની સેવામાં વ્યસ્ત રહેતા હતા. સેવાકાર્ય કરતા તેઓ યુવાન વયે પહોંચી ગયા એન તેમના લગ્ન વીરબાઈ માં સાથે કરવામાં આવ્યા. લગ્ન પછી પણ તેમનો સેવા યજ્ઞ આમ જ ચાલુ રહ્યો અને આ સેવા યજ્ઞમાં હવે બાપાના પત્ની વીરબાઈ માં પણ જોડાયા અને શરૂ થયો એક અનોખો સેવા યજ્ઞ. જેમાં વીરપુરમાંથી પસાર થતા વટેમાર્ગુઓ અને સંતોને બંને ભોજન કરાવતા હતા. જલારામ બાપા સવારથી આખો દિવસ મજૂરી કરતા અને સાંજે જે પૈસા મળે તેમાંથી ભૂખ્યાને અને સંતોને ભોજન કરાવતા હતા. સંવત 1876 મહાસુદ બીજના દિવસે સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો, જે આજે પણ અવિરતપણે ચાલે છે.
બાપાના મંદિરમાં નથી સ્વીકારાતુ દાન, છતાં ચાલે છે સદાવ્રત ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ’ આ મંત્ર હતો પૂજ્ય જલારામ બાપાનો, જે આજ પણ એટલો જ સાર્થક અને સચોટ છે. કારણ કે વીરપુરમાં આવેલ જલારામ બાપાના અન્નક્ષેત્રમાં કોઈ પણ જાતની ભેટ સોગાદ કે દાન લીધા સિવાય અહીં અવરિત પણ અન્નક્ષેત્ર ચાલે છે. દુનિયાભરમાં ધાર્મિક સંસ્થાનોમાં દાન અને ભેટ સોગાદો આવતી હોય છે અને તેને ધાર્મિક સંસ્થાઓ સપ્રેમ સ્વીકારતી હોય છે. પણ વીરપુરનું જલારામ બાપાનું દુનિયામાં આ એક માત્ર મંદિર છે કે જ્યાં કોઈ પણ જાતની ભેટ સોગાદ કે દાન સ્વીકારવામાં આવતી નથી.
દુનિયાભરમાં ચાલતા સદાવ્રતો ઘણા છે, પરંતુ વીરપુરનું સદાવ્રત ખાસ અને અલગ છે. જલારામબાપા અને વીરબાઈ માંએ સંવત 1876 ના મહાસુદ બીજના દિવસે શરૂ કર્યું હતું. બાપા અને માં મજૂરી કરીને જે પૈસા કમાય તેમાંથી સેવા સાથે સાથે ભૂખ્યા અને સંતોના પેટની ભૂખ સંતોષતા હતા અને ભોજન કરાવતા હતા. તેમના વંશજોએ બાપા જલારામ અને માં વીરબાઈ માંના આ યજ્ઞને તેનાથી પણ આગળ વધાર્યું. હરિરામ બાપાના પુત્ર શ્રી જેયશુંખરામ બાપા અને વીરપુરના પૂર્વ ગાદીપતિએ નક્કી કર્યું કે અહીં ભેટ સોગાદ કે દાન લેવું નહિ. જેથી આજે પણ અહીં કોઈ પણ જાતનું દાન કે ભેટ સોગાદ લેવાતા નથી. છતા આજે પણ આ સદાવ્રત અવરિતપણ ચાલુ છે.
જલારામ બાપાને સંતાનમાં માત્ર એક દીકરી હતી. દીકરી જમનાબાઈ અને તેના પતિ ભક્ત રામભાઈ હતા. આ બંનેના પુત્ર એટલે હરિરામ બાપા, જયારે બાપા જીવનના અંતિમ ક્ષણે હતા ત્યારે જલારામ બાપાએ હરિરામ બાપાને બોલાવીને પોતાના મોઢામાંથી પ્રસાદ કાઢીને હરિરામ બાપાના મોઢામાં આપ્યો હતો અને કહ્યુ હતું કે, આ સદાવ્રતની જ્યોત સદા ચાલુ રાખજે. તે દિવસથી આજ દિવસ સુધી આ સદાવ્રત અવરિત ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે