ઇશાનની જગ્યાએ આ ખેલાડી કરી શકે છે રોહિત સાથે ઓપનિંગ! બેટથી મચાવશે તબાહી
India vs Sri Lanka: ભારતીય ટીમને શ્રીલંકાની સામે બીજી ટી20 મેચ રમવાની છે. આ મેચમાં ઇશાન કિશનની જગ્યાએ રોહિત શર્મા સાથે એક ધાકડ ખેલાડી ઓપનિંગ કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ટીમ શ્રીલંકાની સામે પહેલી મેચ જીતી સીરિઝમાં પહેલાથી જ લીડ મેળવી ચૂકી છે. એવામાં બીજી ટી20 મેચ જીતી ટીમ ઇન્ડિયા સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે સતત 10 જીત નોંધાવી છે. બીસીસીઆઇએ અચાનક એક એવા પ્લેયરની એન્ટ્રી કરી છે. જે રોહિત શર્મા સાથે ઇશાન કિશનની જગ્યાએ ઓપનિંગ કરી શકે છે. આ પ્લેયર થોડા જ બોલોમાં મેચનો નક્શો બદલી શકે છે.
આ પ્લેયર કરી શકે છે ઇશાનની જગ્યાએ ઓપનિંગ
રોહિત શર્મા ટી20 માટે ટીમને તૈયાર કરી રહ્યો છે. એવામાં તે નવા પ્લેયર્સને તક આપી રહ્યો છે. શ્રીલંકા સામે બીજી ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ મયંક અગ્રવાલને ઉતારી શકે છે. મયંક અગ્રવાલને ઋતુરાજ ગાયકવાડના ઇજાગ્રસ્ત થયા બાદ ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. મયંક તેની આતિશી બેટિંગ માટે ફેમસ અને કોઈપણ મેદાન પર રન બનાવી શકે છે. મયંક અગ્રવાલ ખુબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.
ધાકડ બેટિંગ કરે છે મયંક અગ્રવાલ
મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે હંમેશા જ મોટી ઇનિંગ રમવા માટે ઓળખાય છે. તેણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં તોફાની સદી ફટાકરી હતી. રોહિત શર્માની ગેરહાજરીમાં આ સ્ટાર પ્લેયરે સાઉથ આફ્રિકા પર કમાલની બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. તેની પાસે ઓપનિંગ કરવાનો સારો અનુભવ છે જે ટીમ માટે કામમાં આવી શકે છે. ટી20 વર્લ્ડ કપ 2022 માં તે ટીમ ઈન્ડિયા સાથે વધારાના વિકલ્પ તરીકે જઈ શકે છે.
IPL માં દેખાળ્યો દમ
મયંક અગ્રવાલે IPL માં પોતાની ખતરનાક બોલિંગનો નજારો રજૂ કર્યો છે. તેણે પંજાબ કિંગ્સ માટે ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે. તે પંજાબ કિંગ્સનો કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. તે 2018 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. મયંક અગ્રવાલે IPL માં 100 મેચમાં 2131 રન બનાવ્યા છે.
આવી જ હતી મયંક અગ્રવાલની કારકિર્દી
મયંક અગ્રવાલે 2018 માં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે 17 ટેસ્ટ મેચોમાં 1300 થી વધુ રન બનાવ્યા, જેમાં ચાર સદી સામેલ છે. તે જ સમયે, 5 વનડેમાં 86 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલે ઓપનિંગ કરતા ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે