PM મોદીને કરોડોના ભ્રષ્ટાચારની ટ્વીટ કર્યા બાદ ગણતરીના કલાકમાં સુરતના BJPના નેતાના ઘરે પડ્યા IT ના દરોડા

પીવીએસ શર્મા દ્વારા નોટબંધી દરમિયાન સોનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

PM મોદીને કરોડોના ભ્રષ્ટાચારની ટ્વીટ કર્યા બાદ ગણતરીના કલાકમાં સુરતના BJPના નેતાના ઘરે પડ્યા IT ના દરોડા

ચેતન પટેલ/સુરત :સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સ કલામંદિર દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપોને કારણે પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઈડીના દરોડા (IT raid) પડ્યા છે. ત્યારે પીવીએસ શર્મા દ્વારા વડાપ્રધાન મોદીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી છે. ત્યારે પીવીએસ શર્મા પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેસ્યા છે.

આ પણ વાંચો : જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરતા લોકોએ અહી એકવાર મુલાકાત કરવાની જરૂર છે 

પીવીએસ શર્મા દ્વારા નોટબંધી દરમિયાન સોનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ માજી ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા કરવામાં આવ્યા છે. ટ્વિટર પર શર્માએ લખ્યું છે કે, નોટબંધી સમયમાં ઘોડદોડ રોડના કાલમંદિર જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વીકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વીકારવામાં આવી છે. તેમણે આ પ્રકારમાં થયેલા સેટલમેન્ટ અંગેની તપાસ ઈડી અને સીબીઆઈ પાસે કરાવવા પણ માંગ કરી છે.

આ પણ વાંચો : દેવુ વધી જતા સુરતના હીરાના વેપારીએ ઓફિસમાં જ મોત વ્હાલુ કર્યું

ત્યારે હવે આક્ષેપો કર્યા બાદ તેમના ઘરે જ આઈટીના દરોડા પડ્યા છે. પીવીએસ શર્મા ભાજપના અગ્રણી નેતા પણ છે. આઈટીના દરોડા પડતા તેઓ પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેસ્યા છે. 

પીવીએસ શર્મા દ્વારા અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ કરાયા હતા. આ મામલે તેઓએ ટ્વીટ કરી હતી. પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટ્વીટમાં જણાવાયું હતું કે, જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વીકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વીકારવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ પ્રકારે 2 હજાર કરોડનું મની લોન્ડરિંગ થયું છે. જેમાં આખા કૌભાંડની રચના NCPના નેતાના પુત્રએ કરી છે. જ્યારે આ અંગે કલામંદિર જ્વેલર્સના મિલન શાહ દ્વારા ખુલાસો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી બહુચર્ચિત પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ અધૂરી માહિતી આપી અને વડાપ્રધાન સહિત મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે. આરઓસી પર અમારી તમામ માહિતી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news