ISKCON Bridge Accident: પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, હવે પિતા-પુત્ર જેલમાં રહેશે

અમદાવાદમાં જગુઆર કાર દ્વારા અકસ્માત સર્જી 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. રિમાન્ડ પૂર્ણ થતા તથ્યને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

ISKCON Bridge Accident: પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, હવે પિતા-પુત્ર જેલમાં રહેશે

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 10 (એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું) લોકોના મોત થયા હતા. આ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલના રિમાન્ડ પૂરા થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તથ્ય પટેલને જેલ હવાલે કરાયો છે. હવે તથ્ય પટેલ તેના પિતા સાથે જેલમાં રહેશે. 

રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયો
કોર્ટે તથ્ય પટેલના 24 જુલાઈએ સાંજે 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસ બંદોબસ્ત સાથે તથ્યને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તથ્યને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. 

ગાડીની સ્પીડ અંગે ચોંકાવનારો ખુલાસો
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડીના અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલને માર માર્યો હતો. એ સમયનો તથ્યનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો દેખાયો હતો કે, ગાડીની 120 ની સ્પીડ પર હતી. અરે મારા ભાઈ સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ના મારત. આવુ નિવેદન આપનાર તથ્ય હકીકતમાં ખોટુ બોલ્યો હતો. તથ્ય પટેલ ખોટુ બોલતો હતો તેનો ખુલાસો  FSL ના રિપોર્ટમાં થયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની ૧૪૨.૫ની સ્પીડ પર હોવાનો FSL  રિપોર્ટમાં ખુલાસો થયો છે. 

ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલામાં  વધુ રિમાન્ડ મળ્યા બાદ તથ્ય પટેલ અને તેના મિત્રોની પૂછપરછ કરાઈ હતી. તથ્ય તેના મિત્રો સાથે કાફે સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ મુલાકાત કરી હતી તે અંગે પણ થયો ખુલાસો થયો હતો. તથ્ય પટેલનો ડ્રગ્સ અંગે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતું FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. જે હવે આવી ગયો છે. 

અકસ્માત પહેલા શું કરતા હતા આ નબીરાઓ
તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ગઈકાલે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં.

મિત્રએ ખોલી હતી તથ્યની પોલ 
એ રાતે શુ થયું હતું તે વિશે કારમાં બેસેલી એક યુવતીએ કહ્યું કે,  હું કહેતી હતી કે તું કાર ધીમી ચલાવ પણ તથ્ય માન્યો જ નહીં અને કારની સ્પીડ વધતી ગઈ છે. 100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર નહીં રહી અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યારબાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news