ગુજરાતના આ IPSએ સીતાજી અને હનુમાનજી માટે કરી એવી ટ્વિટ, લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો
Trending Photos
નવી દિલ્હી: ગુજરાતના સસ્પેન્ડેડ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ ફરી એકવાર મોટા વિવાદમાં ફસાયા છે. આ વખતે તેમણે હનુમાનજીની ખુબ ચર્ચિત તસવીર પોસ્ટ કરીને એક ટિપ્પણી કરી. ત્યારબાદ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લોકોએ તેમને ખુબ ટ્રોલ કર્યાં અને ખરીખોટી સંભળાવી. જો કે ત્યારબાદ સંજીવ ભટ્ટે ટ્વિટ કરીને જવાબ આપતા કહ્યું કે તેમને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. પરંતુ આ મામલે વિવાદ વધતો જાય છે.
સંજીવ ભટ્ટ ગુજરાત કેડરના 1988ની બેચના આઈપીએસ અધિકારી છે. 2011માં તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેઓ છાશવારે મોદી સરકાર વિરુદ્ધની પોતાની ટ્વિટના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે હનુમાનજીની એક ચર્ચિત તસવીર પોસ્ટ કરીને લખ્યું કે શું સીતાઆ હનુમાન સાથે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતી. તેમની આ ટ્વિટ બાદ ટ્વિટર પર લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો.
Would Sita have felt safe with this Hanuman?🤔 pic.twitter.com/qaojBWZQz5
— Sanjiv Bhatt (IPS) (@sanjivbhatt) July 5, 2018
અનેક યૂઝરે કહ્યું કે એક માતા પોતાના પુત્ર સાથે હંમેશા સુરક્ષિત મહેસૂસ કરે છે. કેટલાક યૂઝર્સે સંજીવ ભટ્ટ વિરુદ્ધ આકરી કાર્યવાહીની માગણી કરી. પત્રકાર માનક ગુપ્તાએ તેનો જવાબ આપતા કહ્યું કે લંકાનો કિલ્લો ભેદીની સીતામાતાને સુરક્ષિત મહેસૂસ કરાવવા માટે આ જ હનુમાનની જરૂર હતી. સીતાજીએ કેવું મહેસૂસ કર્યું, તે ટ્વિટર પર નહીં, રામાયણ વાંચીને કે પછી ટીવી સીરિઝ જોઈને ખબર પડશે. હનુમાનજીનું આ રૌદ્ર સ્વરૂપ રાવણ જેવા રાક્ષસોને ડરાવવા માટે હતું. તમને કેમ ડર લાગી રહ્યો છે?
પોતાના વિરુદ્ધ મોરચો ખરનારા લોકો પર નિશાન સાધતા સંજીવ ભટ્ટે લખ્યું કે તેમને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. આથી તેઓ કોઈનો જવાબ આપવાના નથી.
Dear Trolls,
My not replying to your abuse doesn't mean your wit leaves me clueless. It just means your stupidity doesn't merit a response.😎
— Sanjiv Bhatt (IPS) (@sanjivbhatt) October 8, 2017
અત્રે જણાવવાનું કે સંજીવ ભટ્ટને 2015માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેમની પત્ની કેશુભાઈ પટેલની પાર્ટીમાંથી એકવાર ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડી ચૂકી છે. જો કે હારી ગઈ હતી. 2002ના રમખાણો મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલનારા સંજીવ ભટ્ટ છાશવારે ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ અને નિવેદન આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે