ખળભળાટ! ગરીબોના હકનું સરકારી અનાજ સગેવગે કરવામાં કોંગ્રેસ, AAPના નેતાઓની સંડોવણી!
સરકારી અનાજની દુકાને પહોંચાડવાનો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં 8 આરોપી સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની આગળ વધી રહેલી તપાસમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓના નામો ખુલ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/કચ્છ: કચ્છમાંથી કોંગ્રેસના નેતા કમ બૉગસ ડોક્ટર પકડાયા બાદ હવે નર્મદા જિલ્લામાં આપ અને કોંગ્રેસી નેતા સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના કેસમા પકડાયા છે. થોડા દિવસો પહેલાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજની દુકાને પહોંચાડવાનો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં 8 આરોપી સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની આગળ વધી રહેલી તપાસમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓના નામો ખુલ્યા છે.
જે ટેમ્પામાં સરકારી અનાજ સગેવગે થતું હતું તે રોઝાદેવના આનંદ વસાવાની માલિકીનું છે અને તે કોંગ્રેસનો આગેવાન છે. જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચુક્યો છે તેવી જ રીતે ગોડાઉન ભવરીસાવરના શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવાનું ગોડાઉન હોવાનું કે જેને ભાડે લઈને આ સરકારી અનાજ તે ગોડાઉનમાં ઉતરતું હતું.
આ સમગ્ર મામલે સાગબારા મામલતદાર એસ.જે.નિઝામાએ સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદ મુજબ તપાસ કરતા ટાટા કંપનીનો ટેમ્પો નં. જી.જે.રર ટી ૧૧૮૧ માંથી સરકારી અનાજના કટ્ટા ખાલી કરી રહેલ હતા. જે અનાજના કટ્ટા ચેક કરતા સરકારી હોવાનું જણાતા ટેમ્પામાંથી ગોડાઉનમાં ઉતારતા તમામ સરકારી અનાજ ચેક કરતા સરકારી શીલ અને લાલ દોરાની સિલાઇ વાળા ઘઉંના કટ્ટા નંગ-૧૭૨ તેમજ બારદારમાંથી ખાલી કરેલ ઘઉંનો જથ્થો ચેક કરતા નંગ-૨૦ આમ કુલ ૨૦૦ નંગ ઘઉંના કટ્ટા જેનું વજન ૧૦,૦૦૦/- કિલો ગ્રામ (૧૦૦ વિટલ) જેનું પ્રતિ કિલો ગ્રામ રૂ.૩૦ લેખે કુલ રૂ.૩,૦૦,૦૦૦/- ગણી તથા ટાટા કંપનીનો ટેમ્પો જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/-તથા ઇલેકટ્રીક વજન કાટો રૂ.૮૦૦૦/- મળી કુલ ૪.૫૮,૦૦૦/-નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે.
કોણ છે મેનેજર સહિત બે આરોપીઓ...
આનંદભાઈ અદેસીંગ વસાવા (રહે.રોઝદેવ, તા સાગબારા)
આનંદભાઇ વસાવા કોંગ્રેસ પાર્ટીના માજી જીલ્લા પંચાયતના સભ્ય છે. તેઓ અરિહત એગ્રો સેલ્સના પ્રોપરાઈટર મનીષભાઈ ગવરચંદ શાહનાઓના પ્રતિનીધી છે અને તેઓએ સાગબારા તાલુકામાં અનાજ વિતરણની કામગીરી કરવાની હોય છે. અનાજ વિતરણનું સંપુર્ણ કામ ગોડાઉન પરથી જથ્થો નિકળે અને પોહોંચે તેની સંપુર્ણ જવાબદારી આનંદભાઇની હોય છે. ખાનગી ગોડાઉન ઉપરથી પકડાયેલ ટેમ્પો તેઓની માલીકીનો અને તેઓના નામે રજીસ્ટર છે. તેઓએ જે ટેમ્પામાં અનાજનો જથ્થો વિતરણ કરવા માટે મોકલવાનો હોય છે. ટેમ્પામાં સરકારી અનાજ વિતરણ બોર્ડ લગાવેલ ન હતુ તેમજ ટેમ્પામાં જી.પી.એસ. સીસ્ટમ બંધ હતી તેમજ ડ્રાઇવર જી.પી.એસ.લોકેશન વાળી મોબાઇલ ફોન આપવામાં આવેલ ન હતો. જી.પી.એસ.ટ્રેકીંગ સીસ્ટમ બાબતે ડ્રાઇવરને કોઇ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ ન હતી અને પાંચપીપરી રોડ સેલેંબા ખાતે તેઓના ટેમ્પામાંથી સરકારી અનાજ ઘઉના ૮-કદા મળી આવેલ છે.
શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા
શૈલેન્દ્રસિંહ વસાવા નર્મદા જીલ્લા આપ પાર્ટીના ઉપ પ્રમુખનો હોદો ધરાવે છે. તેઓએ સચિન નવનિતલાલ શાહ નાઓ પાસેથી સેલંબા પાંચપીપરી રોડ ઉપર ખાનગી ગોડાઉન મૌખિક કરાર કરી રૂ.8000/ માસિક ભાડુ નક્કી કરી છેલ્લા બે માસથી ભાડે રાખેલ છે તેમજ આ ખાનગી ગોડાઉનમાં સી.સી.ટી.વી. કેમેરા બંધ હાલતમાં છે. તેઓનું ખાનગી ગોડાઉન મામલતદાર દ્વારા ચેક કરતા સરકારી શીલ અને લાલ દોરાની સિલાઈ વાળા ઘઉંના કા નંગ-૧૭૨ તેમજ બારદારમાંથી ખાલી કરેલ ઘંઉનો જથ્થો ચેકિંગ કરતા કટ્ટા નંગ-૨૦ આમ કુલ ૨૦૦ નંગ ઘઉના કટ્ટા જેનું અંદાજીત વજન ૧૦,૦૦૦/- કિલો ગ્રામ (૧૦૦ વિટલ) જેનું પ્રતિ કિલો ગ્રામ રૂ૩૦ લેખે કુલ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-પુરા તથા ઇલેક્ટ્રીક વજન કાટો કિ.રૂ.૮૦૦૦/- તેઓના ખાનગી ગોડાઉનમાંથી મળી આવ્યો છે. તેમજ જયકુમાર દિનેશભાઈ વસાવા રહે.બોરડીફળી (ઉભારીયા), FPS દુકાનના સંચાલક હોય અને પકડાયેલ જથ્થો તેમની દુકાન માટે ફાળવેલ જથ્થા પૈકીનો જથ્થો ઘઉંના કહ્યું નંગ-૦૮ ટાટા ટેમ્પોના ડ્રાઇવરને ગોડાઉન ખાતે ઉતારવા આવતા ટેમ્પો તેમજ ઘઉંના કુલ-૮ કદા પણ જપ્ત કરવામાં આવ્યો છે.
દૌલતભાઇ ભાંગાભાઇ નાઇક (રહે.બેડાપાણી ફળીયુસ કોલવાણ, તા.સાગબારા, જીલ્લો નર્મદા)
આ વ્યક્તિ આનંદભાઈ અદેસીંગ વસાવાના પ્રતિનીધી તરીકે કામ કરે છે. અને અનાજનો જથ્થો ભરી ગામડે મોકલવાની કામગીરી કરે ના રોજ ઉભારીયા તથા ભોરઆમલી દુકાન માટે ગેટપાસ ઇસ્યુ કરેલ પરંતુ તે દિવસે ટેમ્પામાં પુરતો જથ્થો ન લઇ જઇ ૧૯/૭/૨૪ ના રોજ બાકી રહેલ જથ્થો ઉભારીયા માટે મોકલી આપેલ જે જથ્થો શૈલેન્દ્રસિંહ વસાવાના ખાનગી ગોડાઉનથી મળી આવેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે