IND vs SA 4th T20: રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી લીધી ફિલ્ડિંગ

IND vs SA: આફ્રિકન ટીમ સિવાય આજની મેચમાં ભારત સામે વધુ એક મોટો પડકાર છે. મેચ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો ખેલાડીઓ માટે પ્રદર્શન કરવું થોડું મુશ્કેલ બની શકે છે.

 IND vs SA 4th T20: રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી લીધી ફિલ્ડિંગ

IND vs SA T20 સિરીઝ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે (IND vs SA) આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે (17 જૂન) સાંજે 7 વાગ્યે આમને-સામને થશે. પાંચ મેચની T20 સીરિઝની આ ચોથી મેચ છે. ભારતીય ટીમ માટે આ મેચ પણ પાછલી મેચની જેમ 'કરો યા મરો' ની સ્થિતિ રહેશે. સાઉથ આફ્રિકા આ ​​મેચ જીતીને સિરીઝ જીતવા માંગશે, જ્યારે ભારતીય ટીમ સિરીઝને બરોબરી પર લાવવા પર નજર રાખશે.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો
સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ચોથી T20માં ટોસ જીત્યો છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રથમ બેટિંગ કરશે. આ સાથે જ આફ્રિકન ખેલાડીઓ ફરી એકવાર બોલિંગ કરતા જોવા મળશે.

વરસાદના કારણે ટોસનું મહત્વ વધ્યું
આફ્રિકન ટીમ સિવાય આજની મેચમાં ભારત સામે વધુ એક મોટો પડકાર છે. મેચ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો ખેલાડીઓ માટે પ્રદર્શન કરવું થોડું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ટોસનું મહત્વ વધી જશે. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી દરરોજ વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે થોડો વરસાદ પડ્યો છે, પરંતુ ઘણી જગ્યાએ વધુ વરસાદ પડ્યો હતો. અહેવાલો અનુસાર શુક્રવારે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજે હળવા વરસાદની પણ શક્યતા છે. મેચ દરમિયાન 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે ભેજનું પ્રમાણ 77 ટકા રહેવાની ધારણા છે.

મહત્વનું છે કે આજે ટીમ ઈન્ડિયા અને આફ્રિકાની મેચ શરૂ થાય એના પહેલા વરસાદ પડતા પિચને ઢાંકી દેવામાં આવી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ પર હાઈસ્કોરિંગ મેચો અગાઉ રમાઈ છે. શરૂઆતમાં પેસરને મદદ મળી શકે છે. જોકે ત્યારપછી બેટિંગ માટે આ પિચ અનુકુળ સાબિત થઈ શકે છે.

બેટ્સમેનોને બલ્લે બલ્લે
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી હોવાનું મનાય છે. આ મેદાન પર પ્રથમ દાવનો સૌથી વધુ સ્કોર 183 છે. આવી સ્થિતિમાં બોલરો માટે વિકેટ લેવી ખુબ જ મુશ્કેલ કામ બની શકે છે. અત્યાર સુધી આ મેદાનમાં રમાયેલી ત્રણ T20 ઈન્ટરનેશનલમાંથી બે ટીમે સ્કોરનો પીછો કરી જીત મેળવી છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: 
ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, રિષભ પંત (C&W), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ/આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: 
ટેમ્બા બાવુમા (સી), ક્વિન્ટન ડી કોક/રીઝા હેન્ડ્રીક્સ, ડ્વેન પ્રિટોરિયસ, રોસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન (વિકેટમાં), ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટજે, તાબારસી .

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news