ટોપી પહેરજો પણ કોઈને ટોપી પહેરાવતા નહીં, ગુજરાત ભાજપના સૌથી મોટા નેતાએ કાર્યકરોને કેમ આવી આવી સુચના?

રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે યોજાયેલા કાર્યકર મિલનમાં સીઆર પાટીલે ચૂંટણી માટે સજ્જ થઇ જવા કાર્યકરોને જણાવી દીધું છે. રાજકોટમાં નવા બની રહેલા ભાજપના કાર્યાલયની પણ સીઆર પાટીલે રવિવારે વિઝીટ લીધી હતી. 

ટોપી પહેરજો પણ કોઈને ટોપી પહેરાવતા નહીં, ગુજરાત ભાજપના સૌથી મોટા નેતાએ કાર્યકરોને કેમ આવી આવી સુચના?

રાજકોટ: વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે (રવિવાર) ભાજપમાં કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં સી.આર.પાટીલનું સૂચક નિવેદન ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યું છે. સી.આર.પાટીલે ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે ટોપી પહેરજો, પરંતુ કોઇને ટોપી પહેરાવતા નહિ. કોઇ ખોટું કરતું હોય તો તેની માહિતી મને આપજો, હું નામ પણ ગુપ્ત રાખીશ અને તપાસ પણ કરાવીશ. તમને જણાવીએ કે ભાજપના કાર્યકર્તાઓને એકશન મોડમાં આવી જવા અને પેજ સમિતીના કાર્યકર્તાઓને પ્રાથમિક સભ્ય બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના અપાઇ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે યોજાયેલા કાર્યકર મિલનમાં સીઆર પાટીલે ચૂંટણી માટે સજ્જ થઇ જવા કાર્યકરોને જણાવી દીધું છે. રાજકોટમાં નવા બની રહેલા ભાજપના કાર્યાલયની પણ સીઆર પાટીલે રવિવારે વિઝીટ લીધી હતી. 

ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા, ત્યારે તેમણે દેશના તમામ જિલ્લામાં ભાજપ કાર્યાલય હોય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી, જેના ભાગરૂપે રાજકોટમાં શિતલપાર્ક નજીક નવું કાર્યાલય બની રહ્યું છે. જે દેશમાં ભાજપનું સારામાં સારૂ કાર્યાલય બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ રવિવારે રાજકોટમાં કાર્યકરોને સંબોધતી વખતે જણાવ્યું હતું કે, તમે ભાજપની ટોપી પહેરજો, પરંતુ કોઇને ટોપી પહેરાવતા નહિ. કોઇ ખોટું કરતું હોય તો તેની માહિતી મને આપજો, હું નામ પણ ગુપ્ત રાખીશ અને તપાસ પણ કરાવીશ. પાટિલે કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે જે કોઇ હોદ્દેદાર કે પદાધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય તો તેની ખાનગીમાં માહિતી આપજો, હું જાતે તેની તપાસ કરાવીશ. અને જો સાબિત થશે તો તે વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે. અને મોટો નેતા હશે તો આગામી ચૂંટણીમાં ટિકિટ પણ નહી મળે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news