અમિત શાહનો લલકાર: પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપશે ભારત

ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ આખો દિવસ પ્રચાર કર્યો કલોલમાં રોડ શો કર્યો અને અંતે ગાંધીનગર પાસે આવેલા રાંધેજા પાસે પહોચ્યા હતા. જ્યાં અમિત શાહનું તલવાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

અમિત શાહનો લલકાર: પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપશે ભારત

હિતલ પારેખ/ ગાંધીનગર: ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ આખો દિવસ પ્રચાર કર્યો કલોલમાં રોડ શો કર્યો અને અંતે ગાંધીનગર પાસે આવેલા રાંધેજા પાસે પહોચ્યા હતા. જ્યાં અમિત શાહનું તલવાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

અમિત શાહે રાંધેજામાં કહ્યું કે, આખા દેશમાં હૂં ભાજપ માટે મત‌ માગવા જતો હોવું છું.  242 મત વિસ્તારમાં ફર્યો છું હજું 91 મત વિસ્તારમાં જવાનો છું. અહીં પણ મારા માટે મત માગવા આવ્યો છું. પોતે માણસા ગામના જ વતની હોવાની યાદ પણ તેમણે અપાવી હતી. આ ચૂંટણી નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન બનાવવા માટે નથી પણ ભારતને મહાસત્તા બનાવવા માટેની છે. નરેન્દ્ર મોદી સવાયો ગુજરાતી છે એટલે જ આતંકવાદી હુમલાઓમાં શહીદ જવાનોનેની  શહીદીના 13માં દિવસ જ ‌નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો.

કલોલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહના રોડશોમાં ઉમટી ભારે ભીડ

વધુમાં અમિત શાહે જણાવ્યું કે, પાકિસ્તાન ને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ પાકિસ્તાન અને કોંગ્રેસના રાહુલ ગાંધીના ચહેરાની સ્થિતિ એક સરખી જોવા મળી હતી. પાકિસ્તાન તરફથી ગોળી આવશે તો ભારતમાં તરફથી ગોળો જ આપવામાં આવશે તે ભાજપ જ કરી શકે છે. 5 વર્ષ પછી સર્વે કરાવજો 543 બેઠકોમાંથી સૌથી વધુ વિકાસ ગાંધીનગરનો જ હશે તેઓ વિશ્વાસ રાખજો.

ભાજપા સરકાની કામગીરીની વાત કરતા કહ્યું કે, અમારી સરકારે 5 કરોડ ઘરોમાં ગેસ સિલિન્ડર આપ્યા, 8 કરોડ ઘરોમાં ટોયલેટ બનાવી મહિલાઓને સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો. 2.50 લાખ ઘરોમાં વિજળી પહોંચાડી અંધારૂ દૂર કર્યું, 2.50 કરોડ ગરીબો માટે ઘર બનાવ્યા. 50 કરોડ લોકોને આયુષ્યમાન સાથે જોડી તેમના સ્વાસ્થ્યનો ખર્ચ સરકારે ઉઢાવ્યો, જે અંતર્ગત ગરીબોએ 22 લાખ ઓપરેશન ફ્રી કરાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news