હનીટ્રેપ: મહિલાએ વેપારીને ફસાવી રૂપિયા પડાવા રચ્યું ષડયંત્ર, ત્રણની ધરપકડ

શહેરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂની અદાવતમાં વેપારીને બરબાદ કરવાનાં ઈરાદે આરોપીઓએ લાખો રૂપિયા પડાવવા ષડયંત્ર ગોઠવ્યુ. પણ આરોપીઓના મનસૂબા પાર પડે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દ્વારા પોલીસને તમામ માહિતી સમયસર આપવામાં આવતા હનીટ્રેપના ષડયંત્ર ફસાતા બચ્યા હતા. હાલ તો અમદાવાદ ગ્રામ્ય LCB અને અસલાલી પોલીસના ઓપરેશનમાં હનીટ્રેપ ગેંગમાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
 

હનીટ્રેપ: મહિલાએ વેપારીને ફસાવી રૂપિયા પડાવા રચ્યું ષડયંત્ર, ત્રણની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂની અદાવતમાં વેપારીને બરબાદ કરવાનાં ઈરાદે આરોપીઓએ લાખો રૂપિયા પડાવવા ષડયંત્ર ગોઠવ્યુ. પણ આરોપીઓના મનસૂબા પાર પડે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દ્વારા પોલીસને તમામ માહિતી સમયસર આપવામાં આવતા હનીટ્રેપના ષડયંત્ર ફસાતા બચ્યા હતા. હાલ તો અમદાવાદ ગ્રામ્ય LCB અને અસલાલી પોલીસના ઓપરેશનમાં હનીટ્રેપ ગેંગમાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ ગિરફતમાં બંન્ને આરોપીઓના નામ છે વિમલ મોદી જે પત્રકાર થઇને પૈસા પડાવવાનો ધંધો કરતો હતો. જયારે બીજો પ્રફુલ જોષી વિમલને મદદગારી કરવાનું કામ કરતો હતો. આ આરોપીઓએ એક જબરજસ્ત ષડયંત્ર ઘડ્યું હતું. વેપારીને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવાનુ બનાવામાં આવ્યું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા ભરત પટેલ નામના વેપારીને આર્થિક રીતે બરબાદ કરવા અને સમાજમાં તેની પ્રતિષ્ઠાને ખંડિત કરવા આરોપીઓએ 11 લાખની સોપારી આપી હતી.

ફેક આઈડી પરથી સોશિયલ મીડિયામાં યુવતીને બદનામ કરતો યુવક પકડાયો

આ સોપારી લીલી વિમલ મોદીએ લીધી હતી અને વિમલ મોદીને આરોપી પ્રફુલ જોશીએ એક લાખ રૂપિયા એડવાન્સ પેટે આપ્યા હતા. એક લાખ રૂપિયા લીધા બાદ વિમલ મોદી દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા ભરતભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા. વિમલ મોદીએ એક ભાડૂતી મહિલાને મોહરુ બનાવીને ભરત પટેલ સાથે વોટ્સઅપના માધ્યમથી સંપર્ક કરાવ્યો. રોજ આ નંબર પરથી વાત શરૂ કરીને ધીરે-ધીરે યુવતીએ ભરત પટેલ સાથે મિત્રતા કેળવી અને ફરિયાદી યુવતીના સકંજામાં ફસાઈ ગયો. બાદમાં ભરત પટેલ પાસેથી લાખો રૂપિયા પડાવવાનું ષડયંત્ર શરૂ થયું હતું. પહેલા ૩૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી. વેપારી સમજી ગયો કે તે કોઈ ખોટી જગ્યાએ ફસાઈ ગયો છે. જેથી વેપારીએ તમામ હકીકત દર્શાવી પોલીસ પાસે મદદ માગી હતી.

સુરત: ભાજપની સરકારમાં તેના જ ધારાસભ્યને જાહેરમાં મળી ધમકી

જ્યારે વેપારીને જાણ થઈ કે તે કોઈ ષડયંત્રનો શિકાર બની રહ્યો છે. ત્યારે તેણે પોલીસ પાસે મદદ માગી અને બાદમાં પોલીસના માર્ગદર્શન પ્રમાણે 11 લાખની સોપારી લઈને ફરિયાદીને પાયમાલ કરવા માટે સક્રિય થયેલી હનીટ્રેપ ગેંગની ગુપ્ત કેમેરાની મદદથી તમામ હકીકતો રેકોર્ડ કરી લીધી. પોલીસે તમામ પુરાવા ઓની પુષ્ટિ કરી અને હની ટ્રેપ ગેંગમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવામાં આવી અને પુરાવાના આધારે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા.

સુરત: સ્કૂલમાં એડમિશનના બહાને લાખોની છેતરપીંડી કરનાર ગેંગ ઝડપાઇ

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ અને અસલાલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 11 લાખની સોપારી આપનાર મુખ્ય આરોપી સહિત સોપારી કાંડમા સંડોવાયેલી ગેંગના મુખ્ય આરોપી વિમલ મોદી તથા હનીટ્રેપ માટે રૂપિયા આપીને ઊભી કરવામાં આવેલી યુવતીને પોલીસે ઝડપી લીધી છે. અને વેપારીને આ સોપારી કાંડ અને અંજામ આપતી ટોળકીનો ભોગ બનતા બચાવી લીધો છે. આ કેસમાં હજુ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે. અને આવા કેટલા ગુનાને અંજામ આપવામાં સફળ રહી છે. તે જાણવા માટે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news