લો બોલો! ઠંડી વધતાં ટીમ ઈન્ડિયાને ખવડાવાશે અડદિયા પાક! બીજા વ્યંજનો જાણી પડી જશો વિચારમાં...

ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં હોટેલના ડિરેક્ટર ઉર્વીશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયન સ્વાગત કાઠીયાવાડી પરંપરાગત રીતે કરવામાં આવશે. જેમાં ટીમ ઇન્ડિયાના આગમન સમયે ગરબા વડે સ્વાગત કરવામાં આવશે અને તેમને ભોજન પણ કાઠીયાવાડી પીરસવામાં આવશે.

લો બોલો! ઠંડી વધતાં ટીમ ઈન્ડિયાને ખવડાવાશે અડદિયા પાક! બીજા વ્યંજનો જાણી પડી જશો વિચારમાં...

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ રમાના છે, ત્યારે રંગીલા રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયો છે. રાજકોટમાં આવતીકાલે ભારત શ્રીલંકાની ટીમનું આગમન થશે. કાઠીયાવાડી ગરબાથી બન્ને ટીમોનું સ્વાગત કરાશે. એટલું જ નહીં, બન્ને ટીમના ખેલાડીઓ ફાફડા, ચીકી, અડદીયાનો સ્વાદ માણશે. 7 જાન્યુઆરીએ ટી 20 ક્રિકેટ મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ છવાયો છે. 

ટીમ ઇન્ડિયા રાજકોટની સયાજી હોટલ ખાતે રોકાશે
ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં હોટેલના ડિરેક્ટર ઉર્વીશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયન સ્વાગત કાઠીયાવાડી પરંપરાગત રીતે કરવામાં આવશે. જેમાં ટીમ ઇન્ડિયાના આગમન સમયે ગરબા વડે સ્વાગત કરવામાં આવશે અને તેમને ભોજન પણ કાઠીયાવાડી પીરસવામાં આવશે. જેમાં અડદિયાનો લચકો, લાઇવ મેસૂબ, ખીચડી, કઢી, ઊંધિયું સહિતની કાઠીયાવાડી વાનગી પીરસવામાં આવશે. ટીમ ઇન્ડિયા માટે રાજકોટનું ગ્રાઉન્ડ ખૂબ જ લકી છે અને ટીમ ઇન્ડિયા જ્યારે આ મેચમાં જીત મેળવશે ત્યારે અહીં ખાસ સેલિબ્રેશનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભારત અને શ્રીલંકાનો મેચને લઈને SCAએ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મેચ માટે ટિકિટનો દર રુ 1100થી લઈ 7000 સુધી રાખવામાં આવ્યો છે. રાજકોટમાં મેચને લઈને રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિકને લઈને જાહેરનામું બહાર પાડયું છે. આ મેચમાં 30 હજાર પ્રેક્ષકો ઉપસ્થિત રહી શકે છે.

પોલિસનો ચુસ્ત બંદોબસ્ત
ભારત અને શ્રીલંકા મેચ માટે પોલીસ દ્વારા શહેરના જામનગર રોડ પર અને બંને હોટલ નજીક ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભારતીય ટીમ સયાજી હોટલમાં અને શ્રીલંકા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. આ બંને હોટલની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેડિયમ પર અને હોટલ નજીક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

મેચના કારણે ટ્રાફિક ડાઈવર્ટ અંગે જાહેરનામું
રાજકોટ પોલીસે ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું. ખંઢેરીનું સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇ-વે પર આવેલું હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોય છે. ટ્રાફિકજામ નિવારવા માટે તારીખ 07 જાન્યુઆરીના સાંજે 05 વાગ્યાથી તારીખ 08 જાન્યુઆરીના 01 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે તથા પડધરી-નેકનામ- મિતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news