ZEE 24 Kalak ના સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો, ગામે-ગામે વેચાય છે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી

Chinese Cord Sell On Uttrayan : હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં.... ચાઈનીઝ દોરીના વેચાણ મામલે પોલીસની તવાઈ.... અમદાવાદમાં અનેક જગ્યાએથી પકડાઈ રહી છે ચાઈનીઝ દોરી....

ZEE 24 Kalak ના સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો, ગામે-ગામે વેચાય છે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી

Chinese Cord Sell On Uttrayan : ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ વિવિધ શહેરોની પોલીસ એક્શન મોડમાં આવી છે. ચાઈનીઝ દોરીના વેચાણને લઇને ગુજરાત હાઇકોર્ટ થોડા દિવસો અગાઉ અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢીને તેમની પાસે વિગતવાર અહેવાલ માંગ્યો હતો. ત્યારે ચાઈનીઝ દોરી વેચનારા ઉપર અમદાવાદ શહેર પોલીસે તવાઈ બોલાવી હતી. ચાઈનીઝ દોરાના પ્રતિબંધ વચ્ચે અમદાવાદમાં 900 જેટલા ચાઈનીઝ દોરીના ટેલર સાથે દાણીલીમડા પોલીસે 02 આરોપીઓની કરી ધરપકડ કરાઈ છે. શહેરમાં ઠેર ઠેર ચાઈનીઝ દોરી વેચનારા વેપારીઓ પકડાઈ રહ્યાં છે. સરદારનગર પોલીસે 29 જેટલા ચાઈનીઝ દોરાના ટેલર સાથે 01 આરોપીની ધરપકડ કરાઈ, તો અમરાઈવાડી પોલીસે 69 ચાઈનીઝ દોરીના ટેલર સાથે 01 આરોપીની ધરપકડ કરાઈ. જેમાં સૌથી વધુ ચાઈનીઝ દોરીના ટેલર દાણીલીમડા પોલીસે કબ્જે કર્યા. 

ઉતરાયણ નજીક આવતાની સાથે જ શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી લાવવાની શરૂઆત કરી દીધી છે. કારણ કે ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે અને આ દોરીના કારણે માનવ જીવન અને પશુ પક્ષીઓના જીવ પણ જાય છે. આ કારણે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની ચાઈનીઝ દોરી વાપરવી અને વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ હકીકત તો એ છે કે, ચાઈનીઝ દોરી સરળતાથી મળી રહી છે. ચાઈનીઝ દોરી તે માટે ZEE 24 કલાકની ટીમે સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉત્તરાયણ આવે એની પહેલા જ લોકોનો જીવ લેનારી ચાઈનીઝ દોરી સરળતાથી બજારમાં મળી રહી છે. વારંવાર પોલીસની કામગીરી આ મામલે કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. છતાં ચાઈનીઝ દોરીનો વેપાર રોકાઈ નથી રહ્યો. કેટલી સરળતાથી મળી રહી છે ચાઈનીઝ દોરી તે માટે ZEE 24 કલાકની ટીમે સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યું. 

આ પણ વાંચો :

સ્ટીંગ-1
આમ તો અમદાવાદમાં ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરી છુપા રસ્તે વેચાઈ રહી છે. પણ સૌ પ્રથમ ZEE 24 કલાકની ટીમ શાહપુર વિસ્તારમાં પહોંચી. અહીં ગેરન્ટીની સાથે વેચાઈ રહી છે ચાઈનીઝ દોરી. એ પણ માત્ર 250 રૂપિયામાં. પણ આ જ 250 રૂપિયાની દોરી લોકોના જીવ લઇ રહી છે. શાહપુરના શંકર ભુવન પાસે યુવક અમને મળ્યો. જે વેચી રહ્યો હતો ચાઈનીઝ દોરી. તેની સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે તે ચાઈનીઝ દોરી વેચવા માટેનો માલ નરોડાથી લઈને આવે છે. આ સ્ટીંગ દરમિયાન અન્ય પણ ઘણા યુવક અમને મળ્યા જેઓ ચાઈનીઝ દોરી તો વેચી રહ્યા હતા પણ સામે આવવા તૈયાર ન હતા. 

સ્ટીંગ-2 
આ સાથે ZEE 24 કલાકની ટીમ જયારે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ચાઈનીઝ દોરી ખરીદવા પહોંચી, તો અહીં પણ સરળતાથી ચાઈનીઝ દોરી મળી આવી. અહીં પણ ઘરોમાં પણ ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે. 

પોલીસની કામગીરી થતી હોવા છતાં મુખ્ય સમસ્યા યથાવત રહેતા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. જે વેપારીઓ છૂટક ચાઈનીઝ દોરીનો માલ સીધો ગ્રાહકોને વેચી રહ્યા છે તેમની ઉપર તો પોલીસ તવાઈ બોલાવી રહી છે પણ જ્યાંથી જથ્થાબંધ માલ મોટી સંખ્યામાં છૂટક વેપારીઓને વેચાતો હોય તેવા એકમો હજી ધમધમી રહ્યા છે.

તો બીજી તરફ ચાઈનીઝ દોરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતીઓને બે હાથ જોડી વિનંતી કરી. તેમણે કહ્યું કે, વેચનાર અને લેનાર આપણામાંથી કોઈ છે. કાયદો કાયદાનું કામ કરશે, કડક પગલાં ભરાશે. ગુજરાતીઓ ચાઈનીઢ દોરીનો ઉપયોગ ન કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news