ચૂંટણી પહેલાં ગામમાં કેમ વહેચાય છે 'ગાંઠિયા-ચવાણું'? ગામનો વિકાસ કરવો હોય તો જાણી લો પંચાયતી રાજનું આ ગણિત!
ગાંઠીયા ખવડાવ્યા,ચવાણું ખવડાવ્યું, ડ્રાય સ્ટેટમાં કાયદાઓ તોડી ખૂબ 'પીવડાવ્યો'! સાડીઓ અપાવી અને ઘરનો સામાન અપાવવા સુધીની લોભામણી લાલચો આવી. કારણકે, ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે. સરપંચ બનવા માટે ગામડાંમાં નેતાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. એક દિવસ જ મતદારોને સાચવવા મથતા ગામડાના નેતા બનવા થનગનતા ઉમેદવારોને તમે અત્યાર સુધી ખૂબ જોઇ લીધા હશે. પરંતુ તમારો એક મત ગામથી લઇને સંસદ સુધી આખી તાસીર બદલવાની તાકાત રાખે છે.
Trending Photos
મનીષ પુરોહિત, અમદાવાદઃ ગાંઠીયા ખવડાવ્યા,ચવાણું ખવડાવ્યું, ડ્રાય સ્ટેટમાં કાયદાઓ તોડી ખૂબ 'પીવડાવ્યો'! સાડીઓ અપાવી અને ઘરનો સામાન અપાવવા સુધીની લોભામણી લાલચો આવી. કારણકે, ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે. સરપંચ બનવા માટે ગામડાંમાં નેતાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. એક દિવસ જ મતદારોને સાચવવા મથતા ગામડાના નેતા બનવા થનગનતા ઉમેદવારોને તમે અત્યાર સુધી ખૂબ જોઇ લીધા હશે. પરંતુ તમારો એક મત ગામથી લઇને સંસદ સુધી આખી તાસીર બદલવાની તાકાત રાખે છે. તેથી સૌથી પહેલાં એ સમજવું જરૂરી છેકે, તમારો મત કેટલો કિંમતી છે? એક મતના કારણે ભૂતકાળમાં દેશની સરકારોમાં કેવી રાજકીય ઉથલપાછલ થયેલી છે? સરપંચ પાસે શું સત્તા હોય છે? આ દરેક સવાલોનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
ગામથી ગાંધીનગર સુધીનો રસ્તો?
ગ્રામ પંચાયતથી નક્કી થશે વિધાનસભા સુધીનો રસ્તો. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ મોટી અને છેલ્લી ચૂંટણી છે. આ ચૂંટણી નક્કી કરશે ગુજરાતના ગામડાઓનો અસલી મૂડ. કઇ પાર્ટીના સમર્થક સરપંચ સૌથી વધારે ચૂંટાય છે એ મહત્વનું હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પાર્ટીના મેન્ડેટ પ્રમાણેની નથી હોતી. પરંતુ જે પાર્ટીના સમર્થિત સરપંચ ચૂંટાય છે તેને વિધાનસભામાં ફાયદો થાય છે. વ્યક્તિની વિચારધારાને પણ ધ્યાનમાં રાખીને આગામી કયાસ લાગશે. ગામડાઓમાં કોંગ્રેસના પ્રભૂત્વ સામે આ મોટો પડકાર હોય છે. બદલાયેલા રાજકીય પ્રવાહો વચ્ચે કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ સાબિત થશે આ ચૂંટણીઓ. એટલું જ નહીં ગ્રામ પંચાયતની આ ચૂંટણીઓ કોંગ્રેસના નવા નેતૃત્વની પહેલી કસોટી પણ બની રહેશે. ભાજપ માટે પણ આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. ગુજરાતમાં પગપેસારો કરવા મથતી આપ માટે પણ ચૂંટણી મહત્વની છે. ભાજપના 182 અને કોંગ્રેસના 130ના દાવાનો આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં લીટમસ ટેસ્ટ છે. મંત્રી મંડળમાં રિપીટ થીયરી સાથે બદલાવ બાદની પહેલી ચૂંટણી છે. બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી EVM પર ઠીકરું નહીં ફૂટી શકે.
કેમ યોજાય છે ગ્રામપંચાયતની ચૂંટણી?
-બળવંતરાય મહેતા કમિટીએ 1961માં પંચાયતી રાજ અમલી કર્યું
-ભારતના બંધારણમાં છે સત્તાના વિકેન્દ્રીકરણની વાત
-ગાંધીજીના ગ્રામ સ્વરાજને ધ્યાને રાખી યોજાય છે ચૂંટણી
-ગામલોકો સમસ્યાનો ઉકેલ તેમનો જ માણસ લાવી શકે
-ગામમાં રહેતો માણસ સરકારનો ભાગ બને તેવો ઉદ્દેશ
-ગામડું પોતાની સરકાર જાતે ચલાવે છે
-ગામડાની પોતાની સ્વાયત સત્તા, જેમાં પાર્ટીને સ્થાન નથી
-ગામનો નેતા પણ પોતાનામાંથી હોય
-કેન્દ્ર અને રાજ્ય સરકાર બધે પહોંચી શકતી નથી
-માટે સ્થાનિક સ્વરાજનો ખ્યાલ આપવામાં આવ્યો
શું છે સમરસ ગ્રામ પંચાયત?
-સમરસ ગ્રામ પંચાયત થાય તો ચૂંટણી યોજાતી નથી
-ગ્રામજનો એકઠા થઈ સર્વસંમતિથી પ્રતિનિધિ નક્કી કરે
-ગામડાઓમાં વેરઝેર, કાવાદાવા ન થાય તે માટે યોજના
-વિવાદને બદલે સંવાદથી સામૂહિક સર્વસંમતીથી નિર્ણય
-પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ વિભાગની યોજના
-પહેલીવાર સમરસ ચૂંટણી થાય તો 8 લાખ રૂપિયાની સહાય
-સળંગ 5 વખત મહિલા સમરસ થાય તો 13 લાખ અનુદાન
-સમરસ ગ્રામ પંચાયત થાય તો વર્તમાન સરકાર તરફી ગણાય
-સમરસ ગ્રામ પંચાયત થાય તો ગામડાના વિકાસને નવી પાંખ મળે
-વહીવટી તંત્ર ગ્રામ પંચાયત સમરસ થાય તેમાં રાખે છે વધુ રસ
ગ્રામ પંચાયત વિશે જાણો-
-ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે ગ્રામ પંચાયત
-ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી થાય છે
-તલાટી, ગ્રામસેવક, સરપંચ, ગ્રામ પચાંયતના સભ્યનું માળખું
-સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યોની પાંચ વર્ષની મુદ્દત
-વિવિધ પ્રકારની યોજનાના લાભ ગ્રામ્ય કક્ષાએ આપે છે
-જેમ શહેરોમાં કમિટી હોય તેમ ગામડાઓમાં પણ હોય છે કમિટી
-અલગ-અલગ કામો માટે પંચાયત સભ્યોની જવાબદારી નક્કી કરે છે
-તાલુકા-જિલ્લા પંચાયત, MLA, સાંસદની ગ્રાન્ટ મળે છે
-સરકારી યોજનાઓનું અમલીકરણ એ ગ્રામ પંચાયતનું લક્ષ્યાંક
સરપંચની સત્તા અને ફરજો-
-ગામના વિકાસને લગતા આયોજનની કામગીરી કરવી
-વિવિધ સરકારી યોજના મંજૂર કરાવવાની જવાબદારી
-મહિને એકવાર પંચાયતની બેઠક કરવાની જવાબદારી
-નાણાકીય બાબતો અને હિસાબી બાબતોની સત્તા
-નાણા ઉપાડવાનું અને જમા કરવાનું પણ કરે છે કાર્ય
-ગ્રામ પંચાયતના સભ્યનું રાજીનામું મંજૂર કરવાની સત્તા
-15 ડિસેમ્બર પહેલા ગ્રામ પંચાયતનું અંદાજપત્ર આપવું
-પંચાયતના પૈસાના ચૂકવણાના ચેક પર સહી કરવી
-ગ્રામ પંચાયતની વિવિધ સમિતિઓની દેખરેખ કરવી
-સરપંચ ગ્રામ પંચાયતના મંત્રીની રજાઓ મંજૂર કરે છે
ગ્રામ પંચાયત કઈ યોજના પૂરી પાડે છે?
-સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
-ખાસ રોજગાર યોજના
-ઈન્દિરા આવાસ યોજના
-ગ્રામીણ સ્વચ્છતા અને ગોકુળ ગ્રામ યોજના
-સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
કઈ રીતે યોજાય છે ગ્રામ પંચાયતની ચૂંટણી?
-ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ રહી છે
-ગામલોકો સીધા જ પોતાના નેતા એટલે કે સરપંચને ચૂંટે છે
-એક મતદાર પોતાના 2 મત આપે છે
-એક મત સરપંચને, એક મત વોર્ડના સભ્યને
-પ્રિસાઈડિંગ ઓફિસર પાસે ખરાઈ બાદ ગુપ્ત રીતે મતદાન
-મતદાર બેલેટ પેપેર પર પસંદગીના ઉમેદવાર પર થપ્પો મારે છે
-થપ્પો માર્યા બાદ કાપલીને વાળીને મતદાન પેટીમાં મૂકે છે
-ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પક્ષ સીધો સંકળાયેલો નથી
-કોઈ પક્ષના ઉમેદવારો સીધા નથી લડતા ચૂંટણી
-ઉમેદવાર મતદાન મથક પ્રિમાઈસીસમાં નથી ફરકી શકતા
તમારા એક મતની કિંમત શું છે?
-તમારો એક મત તમારા ગામની તાસીર બદલી શકે છે
-તમારો એક મત ગામના વિકાસને અવરોધી શકે છે
-1 મતના કારણે સરદાર પટેલ 1917માં AMCમાં હાર્યા હતા
-2008માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં CP જોશી 1 મતે હાર્યા
-1998માં 1 મતને લીધે વાજપેયી સરકાર પડી ભાંગી
-1923માં 1 મતને કારણે એડોલ્ફ હિટલર નાઝી પક્ષનો નેતા બન્યો
-1875માં 1 મતને કારણે ફ્રાંસમાં રાજાશાહીમાં લોકશાહી આવી
-તમારો એક મત ગામથી લઈને દેશનું ભાવી નક્કી કરે છે
-જો તમે મતદાન નથી કરતાા તો તંત્રને કોશવાનો કોઈ અધિકાર નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે