ગુજરાતી વિદ્યાર્થી કેનેડા જવાનું બંધ કરી દે, તો કેનેડાને ફાંફાં પડી જશે, નવા રિપોર્ટમાં થયો ખુલાસો

India Canada Relations : કેનેડાની અનેક કોલેજ અને યુનિવર્સિટીઓનું કમાણીનું મોટું માધ્યમ ભારતીય વિદ્યાર્થીઓ છે. તેમની આવકનો મોટો સ્ત્રોત ભારતીય વિદ્યાર્થીઓ છે

ગુજરાતી વિદ્યાર્થી કેનેડા જવાનું બંધ કરી દે, તો કેનેડાને ફાંફાં પડી જશે, નવા રિપોર્ટમાં થયો ખુલાસો

india canada row : છેલ્લાં ચાર વર્ષથી કેનેડા જવાના ટ્રેન્ડમાં એકાએક ઉછાળો આવ્યો છે. મોટી સંખ્યામાં ભારતીયો કેનેડા જઈ રહ્યાં છે. પરંતું કેનેડા અમેરિકા વચ્ચે સ્થિતિ વણસતા હાલ આ ટ્રેન્ડને બ્રેક લાગ્યો છે. કેનેડા જવા માંગતા અનેક વિદ્યાર્થીઓ અટવાયા છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ જાન્યુઆરી સત્ર માટે ફી જ ભરી નથી. વિદ્યાર્થીઓએ કોલેજની ફી ભરીને જવાનું ટાળ્યું છે. આ કારણે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી સ્થિતિ ઉભી છે. પરંતું શુ તમને ખબર છે કે, કેનેડાની કોલેજો ભારતીય વિદ્યાર્થીઓ પર જ નિર્ભર છે. કેનેડામાં કોલેજોને સરકારના ફંડ કરતા ભારતીય વિદ્યાર્થીઓથી વધુ આવક થાય છે. ભારતીય વિદ્યાર્થીઓ થકી યુનિવર્સિટી અને કોલેજોની આવક વધી છે. 

ભારતમાંથી ખાસ કરીને ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓ કેનેડામાં સૌથી વધુ જઈ રહ્યાં છે. તાજેતરમાં કેનેડામાં સ્થિતિ વણસી છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે. આ વિશે કોઈ ગંભીર નિર્ણયો ન લેવામાં આવે તેના પર સૌની નજર છે. પરંતું બીજી બાજુ એક રિપોર્ટ એવો કહે છે કે, સ્ટુડન્ટ વિઝા પર જતા વિદ્યાર્થીઓમાં પહેલીવાર રેકોર્ડ નોંધાયો છે. આ વર્ષે ઓન્ટારિયો ગર્વમેન્ટની સ્કોલરશિપ રકમ સામે ભારતીય વિદ્યાર્થીઓની ફીની આવક વધી છે. 

ઓન્ટેરિયોમાં લગભગ 24 જેટલી કોલેજોને સ્ટેટ ગર્વમેન્ટ દ્વારા કેનેડા વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપની ફંડની રકમ આપવામાં આવે છે. જેમાં 15 હજાર ડોલર કુલ ફી સામે સરકાર તરફછી 10 હજાર ડોલર સ્કોલરશિપના ચૂકવવામાં આવે છે. પરંતુ આ વર્ષે સ્કોલરશિપની રકમ કરતા ભારતીય વિદ્યાર્થીઓની ફીની રકમ વધારે છે. એવુ કહો કે ડબલ ડિઝીટમાં છે. 

આમ, ઓન્ટોરિયો સહિતની કેનેડાની અનેક કોલેજ અને યુનિવર્સિટીઓનું કમાણીનું મોટું માધ્યમ ભારતીય વિદ્યાર્થીઓ છે. તેમની આવકનો મોટો સ્ત્રોત ભારતીય વિદ્યાર્થીઓ છે. એક્સપર્ટસનું કહેવું છે કે, ભારતીય વિદ્યાર્થીઓ સહિત ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ફીનું કોન્ટ્રીબ્યુશન કેનેડિયન કોલેજો માટે મહત્વનું હોવાથી કેનેડા સરકાર દ્વારા સ્ટુડન્ટ વિઝા માટે ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ પણ એવો નિર્ણય નહિ લેવાય તેવુ લાગે છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 

10 હજાર વિદ્યાર્થીઓ કેનેડા જાય છે
ગુજરાતમાંથી દર વર્ષે 10,000થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જાય છે. પરંતુ તાજેતરના આંતરરાષ્ટ્રીય વિવાદે વિદ્યાર્થીઓને ચિંતામાં મૂકી દીધા છે. જેઓ સપ્ટેમ્બરમાં પ્રવેશ લેવાના હતા તેમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો હવે વારો આગામી પ્રવેશનો જ આવશે. કેનેડા અને ભારત વચ્ચેના તાજેતરના રાજદ્વારી તણાવ વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક છે, પરંતુ તેઓને ખાસ અસર થવાની શક્યતા નથી. કેનેડામાં સપ્ટેમ્બર માટે એન્ટ્રી લેવામાં આવી ચૂકી છે. હવે બધાની નજર એડમિશન માટેના નવા ડિસેમ્બર-જાન્યુઆરી સ્લોટ પર છે. આશા છે કે ત્યાં સુધીમાં બધું સારું થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news