વડોદરામાં ગૃહરાજ્યમંત્રીના સંબોધન સમયે ચક્કર આવીને ઢળી પડ્યા 4 પોલીસ જવાન

વડોદરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વ (independence day) ની વડોદરા શહેરમાં કરાઈ હતી. રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ ધ્વજવંદન કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાનુ સંબોધન ચાલતુ હતુ ત્યારે ચાર જવાનો ચક્કર આવીને ઢળી પડ્યા હતા. દોઢ કલાકથી પરેડ માટે ઉભા રાખેલા જવાનોને ચક્કર આવ્યા હતા.
વડોદરામાં ગૃહરાજ્યમંત્રીના સંબોધન સમયે ચક્કર આવીને ઢળી પડ્યા 4 પોલીસ જવાન

હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વ (independence day) ની વડોદરા શહેરમાં કરાઈ હતી. રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ ધ્વજવંદન કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાનુ સંબોધન ચાલતુ હતુ ત્યારે ચાર જવાનો ચક્કર આવીને ઢળી પડ્યા હતા. દોઢ કલાકથી પરેડ માટે ઉભા રાખેલા જવાનોને ચક્કર આવ્યા હતા.

વડોદરા (Vadodara) માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ચાર પોલીસ જવાનો ચક્કર આવતા ઢળી પડ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાનુ સંબોધન ચાલતુ હતુ ત્યારે ચાર જવાનોને ચક્કર આવ્યા હતા. સ્વતંત્રતા દિવસની પરેડ માટે પોલીસ જવાનો (police jawan) ને સવારથી દોઢ કલાક માટે ઉભા રાખ્યા હતા. જેને કારણે ચાર પોલીસ જવાનોને ચક્કર આવ્યા હતા. જેમાં એક મહિલા પોલીસ જવાનને પણ ચક્કર આવ્યા હતા. આ ઘટના બાદ તમામ જવાનોને ટીંગા ટોળી કરી પરેડ ગ્રાઉન્ડની બહાર લઈ જવાયા હતા અને 108 ના કર્મચારીઓએ તેમની પ્રાથમિક સારવાર કરી હતી. 

ગૃહરાજ્ય મંત્રીએ વડોદરાના સ્વતંત્રતા સેનાનીઓને વંદન કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજાશાહીથી લોકશાહીની વ્યવસ્થા કરવામાં વડોદરાનો મહત્વનો ફાળો મહત્વનો રહ્યો છે. 370 અને 35 A ની બેડીઓમાં આપનો દેશ કેદ હતો. તમામ બેડીઓને તોડી ગુજરાતના બે સપૂતોએ કાશ્મીરને સ્વતંત્ર બનાવ્યું એનો ગર્વ છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની સતત ચિંતા કરી છે. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યના 90 ટકા ભૌગોલિક વિસ્તારમાં નાગરિકોએ સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. સરકારે ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને મદદ કરી છે. 1.85 લાખ ખેડૂતોને 267.11 કરોડ રૂપિયા ખાતામાં આપી મદદ કરી છે. 

આ પણ વાંચો : શૌર્યચક્ર મેળવાનાર ગુજરાતના પ્રથમ વીર સપૂત, જેમણે જમ્મુમાં આતંકીઓને પડકાર્યા હતા
 
સાથે જ તેમણે વડોદરાના આવાસ યોજના કૌભાંડમાં તટસ્થ તપાસ થશે તેવી ખાતરી આપી હતી. આ મામલે તેમણે કહ્યું કે, પારદર્શિતા સાથે કામ કરી રહ્યા છીએ. મેયરના ધ્યાનમાં આવતા જ ફરિયાદ કરવામાં આવી છે. જે કોઈ પણ સંડોવાયેલા હશે કાર્યવાહી કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news