14 વર્ષથી ફરાર આરોપીને પકડવા પોલીસ ધારણ કર્યો વેશ, આ રીતે ઉકેલ્યો વર્ષ 2009નો ડબલ મર્ડર કેસ
કડોદરા જીઆડીસી પોલીસ મથકમાં વર્ષ 2009માં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો નોંધાયો હતો. સુરત ઝોન-2ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: પોલીસે સ્થાનિક ગ્રામજનોનો વેશ ધારણ કરી ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને દબોચી લીધો છે. કડોદરા જીઆડીસી પોલીસ મથકમાં વર્ષ 2009માં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો નોંધાયો હતો. સુરત ઝોન-2ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો છે.
વર્ષ 2009માં મુકેશ ચીકના આણી મંડળી કોડદરા જીઆઇડીસીમાં દારૂની બાતમી પોલીસને આપતો હોવાના વહેમમાં દુકાનદારની ગોળી મારી હત્યા કરી હતી અને તેના બીજા દિવસે વોચમેનને ગોળી મારી પતાવી દીધો હતો. આ ગુનામાં મુકેશ ચીકના સહિત છ પકડાઈ ગયા હતા, જ્યારે મહેન્દ્ર 14 વર્ષથી વોન્ટેડ હતો. સુરત શહેર ડીસીપી ઝોન- 2ના પોલીસ કર્મચારીઓને કડોદરા જીઆઈડીસીના ફાયરિંગ મર્ડરના બે ગુનાના વોન્ટેડ આરોપી અંગે બાતમી મળી હતી. જે દિશામાં વર્કઆઉટ કરાતા આખરે છત્તીસગઢના રાયપુર જઈ પોલીસે મહેન્દ્ર પ્રતાપસિંગ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા કુર્મી પટેલ પકડી પાડયો હતો.
આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી દાણા -ચણા વેચવાનું કામ કરતો હતો. જે માહિતીના આધારે એલસીબી ઝોનની ટીમ છતીસગઢના રાયપુર ખાતે ગઈ હતી. 14 વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવવી પોલીસ માટે ઘણી મુશ્કેલ બાબત હતી, જેથી આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો મેળવી આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી. રાયપુર ખાતે સ્થાનિક લોકોનો પહેરવેશ ગમછો અને જેકેટ પહેરી સતત વોચ રાખી હતી. આખરે પોલીસે રાયપુર ખાતે આવેલા અટલ એક્સપ્રેસ-વે પરથી દાણા-ચણાનું વેચાણ કરતા મહેન્દ્ર પ્રતાપસિંહ કુર્મી પટેલને દબોચી લેવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુકેશ ચીકનાને બે મર્ડરના કેસમાં આજીવન કેદની સજા થયા બાદ પેરોલ પર બબ્બે વખત બહાર આવી, પ્રવીણ રાઉત ગેંગમાં જોડાઈ બંને વખત મર્ડર કર્યા છે. જે આરોપી છેલ્લા 14 વર્ષથી ફરાર હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે