રાજ્યમાં મગફળી તુવેર બાદ હવે બહાર આવ્યું ખાતર કૌભાંડ, કોંગ્રેસે કરી જનતા સાથે રેડ

રાજ્યમાં મગફળી અને તુવેર કૌભાંડ બાદ હવે ખાતર કૌભાંડ સામે આવ્યું છે. કથિત ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસે રેડ કરી છે. ઓલપાડમાં કોંગ્રેસે કરેલી રેડ દરમ્યાન ખાતરની ગુણીમાં 100થી 600 ગ્રામ ઘટ સામે આવતા કોંગ્રેસે કલેક્ટરને ફરિયાદ કરી સાથે વિજિલન્સ તપાસની માંગ કરી છે.
 

રાજ્યમાં મગફળી તુવેર બાદ હવે બહાર આવ્યું ખાતર કૌભાંડ, કોંગ્રેસે કરી જનતા સાથે રેડ

કિરણસિંહ ગોહિલ/સુરત: રાજ્યમાં મગફળી અને તુવેર કૌભાંડ બાદ હવે ખાતર કૌભાંડ સામે આવ્યું છે. કથિત ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસે રેડ કરી છે. ઓલપાડમાં કોંગ્રેસે કરેલી રેડ દરમ્યાન ખાતરની ગુણીમાં 100થી 600 ગ્રામ ઘટ સામે આવતા કોંગ્રેસે કલેક્ટરને ફરિયાદ કરી સાથે વિજિલન્સ તપાસની માંગ કરી છે.

રાજ્યમાં કથિત ખાતર કૌભાંડ સામે આવતા સમગ્ર ખેડૂત આલમમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દરેક જિલ્લામાં જનતા રેડ કરવાની સૂચના આપતા સુરત જિલ્લા કોંગ્રેસે ઓલપાડ તાલુકામાં ગામોની સહકારી મંડળીઓમાં સાયણ, અને ઓલપાડ ખાતે ખાતરના ગોડાઉનમાં રેડ કરી હતી.

ઓલપાડ જીન ખાતે ખાતરના વજનની તપાસ કરાઈ હતી. અસનાડ કોટન મંડળીના ખાતર ગોડાઉનમાં 200 થી વધુ સરદાર ડી.એ.પી. ખાતરની ગુણીમાં 100 થી 600 ગ્રામ ઘટ આવી હતી. કોંગ્રેસના પ્રમુખે સુરત કલેક્ટરને ટેલિફોનિક ફરિયાદ કરી વિજિલન્સ તપાસની માંગ કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news